ખોવાયેલ મોબાઇલ મુદ્દામાલ પરત કરી તેરા તુજકો અર્પણ નુ સુત્ર સાર્થક કરતી બોટાદ એલ.સી.બી ટીમ - At This Time

ખોવાયેલ મોબાઇલ મુદ્દામાલ પરત કરી તેરા તુજકો અર્પણ નુ સુત્ર સાર્થક કરતી બોટાદ એલ.સી.બી ટીમ


(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
બોટાદ જીલ્લા પોલીસવડા કે.એફ.બળોલીયા સાહેબ નાઓના દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સરકાર ના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ બાબતેના C.E..R. પોર્ટલ ઉપરથી આજરોજ અરજદાર જયભાઈ હરેશભાઇ વાજા રહે. કોડીનાર જી.ગીરસોમનાથ વાળા નાઓનો ONEPLUS કંપનીનો 11R 5G મોડલનો મોબાઇલ તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ સાળંગપુર ખાતેથી ખોવાઇ ગયેલ હોય જે મોબાઇલ C.E.I.R. પોર્ટલ ઉપરથી આશરે દોઢ વર્ષ બાદ એકટીવ થતા શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદાર જયભાઇ હરેશભાઇ વાજા નાઓને પરત કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image