ભાવનગર જિલ્લામાં માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ કામ પૂરજોશમાં - At This Time

ભાવનગર જિલ્લામાં માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ કામ પૂરજોશમાં


ભાવનગર જિલ્લામાં માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ કામ પૂરજોશમાં

આશરે ૩૬ જેટલાં રસ્તા ઉપર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું

ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડ પર પાણી ભરાઈ જવા તેમજ ઓવરટોપીંગના કારણે વાહન વ્યવહાર ખોવાઈ જવાના કિસ્સામાં ૩૬ જેટલા રોડ પર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં ભાવનગર જિલ્લાના ઉપરોક્ત ૩૬ રોડમાંથી ૧૪ રોડ પર આશરે ૧૨ કી.મી. ની કામગીરી કરવામાં આવી છે. જ્યારે આજે રવિવારના દિવસે પણ બે રોડની મરામતની કામગીરી કરવામાં આવતા ૧૬ રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બાકીના ૨૦ રોડની આશરે ૧૦ કી.મી. ની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવશે.

વરસાદની સ્થિતિમાં ભાવનગર જિલ્લામાં રાજ્ય માર્ગ અને વિભાગના આશરે ૩૬ જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે. હાલ વિવિધ રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.