જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા કેન્સર અવેરનેસ , મહિલાઓ ના આરોગ્ય વિષયક વાર્તાલાપ અને માતાઓ નું સન્માન કાર્યક્રમ યોજાયો - At This Time

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા કેન્સર અવેરનેસ , મહિલાઓ ના આરોગ્ય વિષયક વાર્તાલાપ અને માતાઓ નું સન્માન કાર્યક્રમ યોજાયો


(અજય ચૌહાણ દ્વારા)
જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અંતર્ગત ની તા.૨૦/૯/૨૪ ના રોજ પંડિત દીનદયાળ ન.પ્રા. શાળા બોટાદ ખાતે મહિલાઓ માટે આરોગ્ય જાગૃતિ , મહિલાઓ ને કેન્સર થવાના શુ કારણો જવાબદાર છે ? અને તેને કઈ રોકી શકાય તે વિષય પર વાર્તાલાપ ડો.રાજેશભાઈ શાહ (સ્ત્રી રોગ નિષ્ણાત ) સાનવી હોસ્પિટલ બોટાદ દ્વારા આપવામાં આવેલ.
જ્યારે બોટાદ શહેર માં ૧૯ માતાઓ ને કે જેને સંતાન માં માત્ર દીકરી છે તેઓ ને ચાંદી નો સિક્કો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , ડો.રાજેશભાઈ શાહ (ગાયનેક) , શાળા ના આચાર્ય દિલીપ ભાઈ ભલગામીયા , સાહેલી ના પૂર્વ પ્રમુખ સુજાતા બેન શાહ , બેલાબેન રોજેસરા , નીતા બેન લખાણી , નાદિરા બેન દરેડિયા , આરોગ્ય શાખા ના યોગીની બહેન તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ / બહેનો ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.