નૂપુરના નિવેદનનો વિરોધ કરનારા વિદેશીઓનો કુવૈત દેશનિકાલ કરશે - At This Time

નૂપુરના નિવેદનનો વિરોધ કરનારા વિદેશીઓનો કુવૈત દેશનિકાલ કરશે


- પયગંબર અંગે વિવાદિત નિવેદનના વિરોધમાં ફિલિપાઇન્સ જોડાયું- દરેક ધર્મના લોકોએ એકબીજાનું સન્માન કરવું જોઇએ : મુસ્લિમો પર અત્યાચાર કરનારા ચીનની ભારતને સુફિયાણી સલાહનવી દિલ્હી : મોહમ્મદ પયગંબર અંગે વિવાદિત નિવેદનને લઇને મુસ્લિમ દેશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં કુવૈતનો પણ સમાવેશ થાય છે. કુવૈતમાં ભાજપના નેતા નૂપુર શર્માના નિવેદનનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. જોકે આ વિરોધ પ્રદર્શનમાં જે પણ વિદેશી નાગરિકો જોડાયા હતા તેમને હવે દેશમાંથી કાઢી મુકવાનો નિર્ણય કુવૈત સરકારે લીધો છે. કુવૈતમાં વિદેશીઓના ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ હોવાથી આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ અન્ય મુસ્લિમ દેશો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઇ રહ્યા છે.  ફિલિપાઇન્સ દ્વારા આ નિવેદનના વિરોધમાં ૧૦મી જૂનના રોજ વિરોધ રેલી કાઢવામાં આવશે. મક્સા મસ્જિદમાં ફિલિપાઇન્સના નાગરિકો દ્વારા આ રેલી યોજાશે. ધ મિડલ ઇસ્ટ મીડિયા રિસર્ચ ઇંસ્ટીટયૂટ (એમઆઇએમઆરઆઇ)ની રિપોર્ટ મુજબ અલ-બક્સા મસ્જિદમાં રેલી દરમિયાન ફિલિપાઇન્સના ઇસ્લામિક સ્કોલર નિધાલ સિયામે ગાયોંની પૂજા કરનારા હિન્દૂઓની સામે જેહાદ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનની પાસે ભારતને બોધપાઠ શીખવવા માટે સક્ષમ સૈન્ય છે. માત્ર મુસ્લિમ દેશો જ નહીં બિન મુસ્લિમ દેશો પણ મોહમ્મદ પયગંબર અંગેના નિવેદનમાં કુદ્યા છે અને હવે તેમાં પાકિસ્તાનના મિત્ર દેશ ચીનનો પણ સમાવેશ થાય છે. મુસ્લિમો પર અત્યાચારના આરોપોનો સામનો કરી રહેલા ચીને ભારતને સુફિયાણી સલાહ આપી છે. ચીને સલાહ આપી છે કે દરેક ધર્મ અને સમાજે એકબીજાનું સન્માન કરવું જોઇએ. અને સમાન સ્તર પર સહ-અસ્તિત્વમાં રહેવું જોઇએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે અમે હાલના વિવાદ પર ધ્યાન આપ્યું છે. અમને આશા છે કે આ વિવાદનો યોગ્ય રીતે નિવેડો લાવી શકાય તેમ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon