બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું.
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્રારા ચાલુ નાણાકિય વર્ષે “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” નવી બાબત તરીકે મંજુર થયેલ હોઇ, સદરહું કાર્યક્રમ હેઠળના (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર (૪) ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ ડ્રેગનફ્રુટ)) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નુરમાં સહાય તથા (૩) નિકાસકારોના બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રીયા માટે સહાય ઘટક માટે આઇ ખેડુત પોર્ટલ તા. ૨૧/૧૧/૨૦૨૪ થી તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ યોજનામાં લાભ લેવા માંગતા ખેડુતોએ ઓનલાઇન આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઇન અરજી કર્યા બાદ આ અરજી સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭, ૧૨, ૮-અના ઉતારા, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સી-બ્લોક, ભોયતળીયે, બહુમાળી ભવન, હિંમતનગર, સાબરકાંઠા ખાતે પહોચાડવાની રહેશે. એમ નાયબ બાગાયત નિયામક સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.