ભુજ-મુંબઈ વચ્ચે હવાઈ સેવા શરૃ કરો પાંચ એરલાઈન્સને કચ્છ ચેમ્બરનો પત્ર - At This Time

ભુજ-મુંબઈ વચ્ચે હવાઈ સેવા શરૃ કરો પાંચ એરલાઈન્સને કચ્છ ચેમ્બરનો પત્ર


ભુજ,ગુરૃવારભુજ-મુંબઈ વચ્ચે રાહતદરે હવાઈ સેવા શરુ કરવા કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પાંચ ખાનગી એરલાઈન્સ કંપનીઓ ગો એર, સ્પાઈસ જેટ, વિસ્તારા, ઈન્ડિગો અને એર એશિયાના ચેરમેનના પત્ર લખી ચેમ્બર ઓફ કોમર્સે ભુજ-મુંબઈ-ભુજ હવાઈ રૃટ શા માટે વ્યસ્ત અને નફો કરતો હવાઈ રૃટ છે તેવી માહિતી આપી છે. પત્રમાં જણાવાયું છે કે, લાંબા સમયાથી જેટ એરવેઝની હવાઈ સેવા બંધ હોવાથી ચેમ્બરને અસંખ્ય રજૂઆતો મળી છે. કચ્છ- મુંબઈ વચ્ચે વેપારનો વ્યવહાર છે અને ૯૦૦૦૦ કચ્છનિવાસી પટેલો વિદેશ સૃથાયી થયેલાં છે. આ સંજોગોમાં પૂરતો ટ્રાફિક મળી રહે તેવી સંભાવના દર્શાવતો પત્ર લખી ચેમ્બર પ્રમુખ અનિલ એચ.ગોરે પાંચેય વિમાની કંપનીઓને ભૂજ-મુંબઈ હવાઈ સેવા શરુ કરવા માટે રજૂઆત કરી છે.ચેમ્બર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, અગાઉ ત્રણ ફ્લાઈટ ચાલતી હતી અન ત્રણેય ફ્લાઈટ કુલ રહેતી હતી પરંતુ ત્યારબાદ માત્ર જેટ એરવેઝની ચાલુ હતી અને ખુબ ઊંચું ભાડું વસુલતી હતી ત્યારે પણ ચેમ્બર દ્વારા થયેલી રજુઆતના કારણે ઈંડિયાન એર લાઈન્સની ફ્લાઈટ ચાલુ થઈ હતી. હાલમાં ઈંડિયન એર લાઈન્સની એકમાત્ર ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ચાલે છે જે અપુરતી છે. ભૂકંપ બાદ કચ્છમાં મોટા પ્રમાણમાં ટેક્સ બેનીફીટ માટે કંપનીઓ આવી છે અને હજુ પણ ઘણી કંપનીઓ કચ્છમાં આવી રહી છે. કચ્છમાં ભારતના મોટા મોટા બે બંદરો આવેલા છે. કંડલા અને મુંદ્રા તેાથી કચ્છ એ એક ઈંટરનેશનલ હબ બની રહ્યું છે. ઈકોનોમિક ઝોન અને મોટી કંપનીઓ પાવર પ્લાન્ટ સૃથાયી થયેલા છે. જેના કારણે કંપનીઓના અિધકારીઓ પણ ભુજાથી મુંબઈ અને મુંબઈાથી ભુજ આવતા જતા હોય છે. ઉપરાંત ૯૦૦૦૦ કચ્છના નિવાસી પટેલ વિદેશમાં ધંધાર્થે સૃથાયી થયેલ છે. આવા લોકો પ્રસંગોપાત કચ્છાં આવતા જતા હોય છે. અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મુંબઈ સુાધી જ વિદેશીોમાંથી આવતી હોય છે અને હાલમાં મુંબઈાથી ભુજ આવવા જવા માટે કોઈ કનેક્ટેડ ફ્લાઈટ નાથી તેાથી આ રૃટ પર ફ્લાઈટ વાધારવી જરુરી છે. તેમજ ઘણા કચ્છના વિદ્યાર્થીઓ દેશના અન્ય રાજ્યોમાં ભણવા માટે ગયા છે અને બીજા કચ્છી લોકોને બીજા રાજ્યોમાં ધંધારોજગર માટે જવું પડતું હોય છે તેમને પણ ભુજ આવવા જવા માટે ફક્ત મુંબઈાથી જ ઘરેલુ હવાઈ સેવાની કનેક્ટિવીટી મળે છે તો આ બાબતે પણ હવાઈ કંપનીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેટલા લોકો કચ્છમાં રહે છે તેટલા જ કચ્છી લોકો મુંબઈમાં ધંધાર્ધે રહે છે અને તેઓ પણ પ્રસંગોપાત કચ્છમાં આવતા જતા હોય છે. તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકસતા કચ્છમાં ભુજની મુંબઈની સીધી બે ટ્રેનો ચાલે છે અને ત્રણ વીકલી ટ્રેનો ચાલે છે. તેાથી જો સારી અને રીજનેબલ હવાઈ સેવા આ રૃટ પર શરુ થાય તો ભુજ ચેમ્બર પુરતો સહયોગ આપશે એવું જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon