અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી =જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય =દુર્લભ માછલી  સકરમાઉથ કૈટફિશ હોવાનું અનુમાન =સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકર માઉથ કૈટફીશ છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ktvpa4aqnrgosf8u/" left="-10"]

અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી =જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય =દુર્લભ માછલી  સકરમાઉથ કૈટફિશ હોવાનું અનુમાન =સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકર માઉથ કૈટફીશ છે


અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી
=જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય
=દુર્લભ માછલી  સકરમાઉથ કૈટફિશ હોવાનું અનુમાન
=સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકર માઉથ કૈટફીશ છે

17.08 અંકલેશ્વર

અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના નર્મદા નદી માં  માછીમારી કરતા યુવાનની જાળમાં એક દુર્લભ પ્રકારની માછલી ફસાઈ હતી,જાણકારોના મતે આ માછલી અમેરિકન પ્રજાતિ ની સકરમાઉથ કૈટફીશ  હોવાનું  અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે.

  અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના  કમલેશ વસાવા છેલ્લા 15 વર્ષ થી નર્મદા  નદીના પાણીમાં  માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે  કમલેશ વસાવા તેના સાથી મિત્રો સાથે નાવડી લઇ ને  નર્મદા નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા, જોકે તેમની જાળમાં ફસાયેલી માછલીઓ ની સાથે એક અજીબ અને દુર્લભ માછલી પણ ફસાઈ હતી, પ્રથમ નજરે આ માછલીને જોતા તેઓને ભારે કુતૂહલ સર્જાયું હતું, કારણ કે આ પ્રકારની માછલી નર્મદા નદીમાં જોવા મળવી અશક્ય કહી શકાય છે.આ દુર્લભ માછલી ને જોવા માટે લોકો ઉમટી પડયા હતા ,અને અન્ય માછીમારો પણ આ દુર્લભ માછલી ને જોતા આશ્ચર્યચકિત થઇ ગયા હતા .

જાણકારોના મતે આ માછલી સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકરમાઉથ કૈટફીશ છે. નદીમાં નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં જોવા નથી મળતી.અજીબ પ્રકારના મોં વાળી માછલી સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દુર મળનારી સકરમાઉથ કૈટફિશ જેવી જ લાગી રહી છે.અગાઉ પણ ગંગા નદી માંથી આ પ્રકારની માછલી મળી આવી હતી. સકર માઉથ કેટફિશ ઘણા રંગોમાં મળી શકે છે. જોકે આ માછલી માંસાહારી છે અને આસપાસ જીવજંતુઓને ખાઈને જીવે છે. આ જ કારણે તે મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી.

ઉલ્લેખનીય છે કે જો સકર માઉથ કેટફિશ સાઉથ અમેરિકા ની એમેઝોન નદીમાં મળી આવે છે, અને આગાઉ ગંગા નદીમાં મળી હતી,અને હવે નર્મદા નદીમાં મળી આવતા સૌને કુતુહલ સર્જાયું છે કે નર્મદા નદીમાં આ માછલી આવી ક્યાંથી? આ પ્રશ્ને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે અંકલેશ્વર પાસે   નર્મદા નદીમાં જળસ્તર વધવાના કારણે  કમલેશ વસાવા ની  માછીમારી દરમિયાન આ અજીબ પ્રકારની માછલી મળી આવી હતી, કમલેશ વસાવા એ આ માછલી ને  જાળ માંથી મુક્ત કરીને સુરક્ષિત રીતે પાણીમાં છોડી દીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]