મોબાઈલ ઓનલાઈન ગેમેં તો હવે હદ કરી જાણો એક વિશેષ અહેવાલ વિરમગામ થી
બાળકો પર મોબાઇલનું ભૂત સવાર : PUBG ગેમમાં યુવાન ના પ્રેમ માં પડી વેરાવળની એક સગીરા
બાળકો પર મોબાઇલનું ભૂત સવાર છેલ્લા કેટલાક વર્ષોથી તમામ વયજૂથના લોકોમાં સોશિયલ મીડિયા ની આદત વધી રહી છે.ખાસ કરીને બાળકો માટે આ એક ચિંતાનો વિષય બન્યો છે બાળકો અને સગીરો પર પડી રહેલી સોશિયલ મીડિયા ની નકારાત્મક કિસ્સાઓ સામે આવતા હોય છે.જેમાં ઘણા કિસ્સાઓ તો વાલીઓની ઊંઘ ઉડાવનાર છે.તેવો જ એક કિસ્સો વેરાવળની એક સગીરા પર બન્યો છે વેરાવળ કામિની (નામ બદલેલ છે) જે ઘણા સમય થી મોબાઈલમાં PUBG ગેમ રમતી હતી.ગેમ રમતા રમતા સગીરાને વેસ્ટ બંગાળ ખાતે રહેતો મલિક નામ ના યુવક સાથે પ્રેમ થઇ ગયો. ટૂંક સમયમાં એકબીજા ના મોબાઇલ નંબર આપ-લે કરીને વાતોચિતો કરતા પ્રેમ સંબધ થયેલ.સબંધ માં આવ્યા બાદ મલિકે એ સગીરાને માનસિક તણાવ ત્રાસ આપી મજબૂરીનો લાભ આપી ઉઠાવી ઘરેથી નીકળી જવા ફરજ પાડેલ જે છોકરી તા.૨૪/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ઘરે કોઈ ને કિધા વગર વેરાવળ બાંદ્રા એક્સ્પ્રેસ ટ્રેન ની ટીકીટ લઇ ને સુરત જવા નીકળી ગયેલ. જેની જાણ વેરાવળ પોલીસે ને થતાં વિરમગામ રેલવે પોલીસ ને જાણ કરેલ.વિરમગામ સ્ટેશન પર ટ્રેન આવતા વિરમગામ રેલવે પોલીસ તપાસ કરતા S-૮ કોચમાં 36 નંબર ની સીટ પર થી મળી આવેલ જેની પૂછપરછ કરી વિરમગામ રેલવે પોલીસ લાવામાં આવેલ યોગ્ય તપાસ કરતા જાણવા મળેલ કે સગીરા ને વેરાવળ થી સુરત બોલાવેલ અને ત્યારબાદ સુરતથી રામપુર હટ માલદા ટાઉન એક્સ્પ્રેસ ટ્રેન ની ટીકીટ મોકલી આપેલ હતી અને પૂછતાછ કર્યા બાદ વેરાવળ પોલીસ ને જાણ કરેલ.તા.૨૫/૦૭/૨૦૨૨ નાં રોજ FFWC CID ક્રાઈમ મહિલા સેલ ગાંધીનગર ના કોર્ડીનેટર અશોકભાઈ સુથાર ની હાજરીમાં વેરાવળ પોલીસને કબ્જો સોંપેલ.વિરમગામ રેલવે પોલીસે એક સગીરા ને બચાવી એક સરહનીય કામગીરી કરી હતી.
રિપોર્ટર : - યાદવ મહેશ વિરમગામ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.