મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ દ્વારા અમરેલીના અમરાપુરના વતની આર્મી મે શહીદ જવાન મનીષભાઈ મહેતા ને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ

મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ દ્વારા અમરેલીના અમરાપુરના વતની આર્મી મે શહીદ જવાન મનીષભાઈ મહેતા ને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ


મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ દ્વારા અમરેલીના અમરાપુરના આર્મીમેન શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ
વંદે માતરમ સેવા સમિતિની કાર્યાલય ખાતે આર્મી મેન શહીદ જવાન મનીષભાઈ ગુણવંતભાઈ મહેતા ભારત માતા ને દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ હતા
અમરેલી જિલ્લાના અમરાપુર ગામના મૂળ વતની અને હાલ અમરેલી ખાતે રહેતા (રાજગોર બ્રાહ્મણ) મનીષભાઈ મહેતા કે જેઓ ૧૬ વર્ષથી દેશની રક્ષા કાજે દેશની વિવિધ બોર્ડર પર આર્મીમાં ફરજ બજાવતા હતા તેઓ પોખરણ રાજસ્થાન યુદ્ધ અભ્યાસ માટે જઈ રહ્યા હતા ત્યારે રેલ્વે ટ્રેન પર આર્મી વાહનો સાથે પાણીનું ટેન્કર સાથે જોડાયેલ જ્યાં તેઓ અન્ય ચાર જવાનો સાથે પાણી ભરવા માટે ટેન્ક પર ગયા ત્યાં ટેન્ક સાથે હાઈ પાવર ના રેડિયેશનની અસરથી પાંચેય જવાનોને વીજ કરંટ લાગતા આપણા ગુજરાતના વીર સપૂત આર્મીમેન મનીષભાઈ ગુણવંતભાઈ મહેતા નું ત્યાં જ મૃત્યુ થતાં શહીદ થયા હતા
ભારત માતા અને આપણા સૌ માટે શહીદ મનીષભાઈ ને મેંદરડા ખાતે પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં વંદે માતરમ ભારત માતાકી જય શહીદો અમર રહો વિવિધ નારાઓ લગાવી શહીદ મનીષભાઈ ના પુણ્યાત્મા ને પ્રભુ તેમના ચરણોમાં રાખે અને તેમના આત્માને સદગતિ મળે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રવણભાઈ ખેવલાણી,જિલ્લા મહામંત્રી દિલીપભાઈ સોંદરવા,પત્રકાર કમલેશભાઈ મહેતા,વંદે માતરમ સેવા સમિતિના મહેશબાપુ અપારનાથી, તા.ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, વંદે માતરમ સમિતિના તા.પ્રમુખ અશ્વિનભાઈ ચાવડા, કોષાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા,ગ્રા.પં.ચેરમેન સુધીરભાઈ ડાભી સામાજિક આગેવાનો ગ્રામજનો સહિતનાઓ કાર્યક્રમમાં જોડાયા હતા અને આપણા શહીદ વીર જવાન મનીષભાઈ મહેતા ને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી
અહેવાલ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »