ઈડર તાલુકાના ચિત્રોડા ગામે મહા શિવરાત્રી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. - At This Time

ઈડર તાલુકાના ચિત્રોડા ગામે મહા શિવરાત્રી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.


ઈડર તાલુકાના ચિત્રોડા ગામે મહા શિવરાત્રી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
આજ રોજ તારીખ 7/3/24 ને શુક્રવાર મહા વદ તેરસ ના દિવસે ભારત ભર માં મહા શિવરાત્રી પર્વ નિમિત્તે તમામ શિવ મંદિરોમાં ભગવાન શિવની આરાધના ઉપાસના પૂજા કરવામાં આવે છે.
ઈડર તાલુકાના ચિત્રોડા ગામે આવેલા ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે, નદી કિનારે આવેલા સોમનાથ મહાદેવ ખાતે પણ ભગવાન સોમનાથ ની પૂજા અને રાત્રિ પ્રહર પૂજા પણ કરવામાં આવે છે.
અને વાળીનાથ મહાદેવ મંદિર ખાતે પણ હોમ હવન સાથે ફળાહાર અને શિવ ઉપાસના કરી ભગવાન ને રીઝવવા માં આવે છે.
તમામ મંદિરો માં ભગવાન ના દર્શનાર્થ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને આવનારું વર્ષ સારું જાય એવી પ્રાર્થના કરી ભાગવાન ને પૂજા કરી આશિર્વાદ મેળવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.