પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં નિમાવત પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં નિમાવત પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં મધુવન રોડ,મહાપ્રભુજીની બેઠકની બાજુમાં રહેતા સ્વ.મહેશભાઈ દુર્લભદાસ નિમાવત(મહેશબાપુ) ઉ.વર્ષ.65 કે જેઓ સ્વ.યોગેશભાઈ નિમાવતના મોટાભાઈ અને સાગરભાઈ અને પાર્થભાઈના પિતાશ્રી તેમજ દિપભાઈના મોટાબાપુજી થાય છે. જેમનું તા.22.09.2022 ને ગુરૂવાર,ભાદરવા વદ બારસના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી સંજીવની નેચર ગૃપ માંગરોળના કાર્યકર્તા તેમજ પત્રકાર નરેશબાપુ ગૌસ્વામી અને માંગરોળમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ પંકજભાઈ રાજપરા એ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા શ્રી રાજેશભાઈ સોલંકી(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ)આને ભરત નંદાણીયા
દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર દિવ્યેશભાઈ ઘેરવડા અને સતિષભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.અને ભીમશીભાઈ જોટવા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક,C/O ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
આજના આ ચક્ષુદાનમાં પોરબંદર નેચર ક્લબના સાજણભાઈ ઓડેદરાનો સાથ અને સહકાર રહ્યો હતો તેમજ ચક્ષુદાન લેતી વખતે પરેશભાઈ નિમાવત પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

નિમાવત પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.

નિમાવત પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને મહેશભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

નિમાવત પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ મહેશભાઈના આત્માને ઈશ્વરના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

સંકલન નાથાભાઈ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »