નાની ઝાંઝરી ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને તાલીમ આપવામાં આવી

નાની ઝાંઝરી ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને તાલીમ આપવામાં આવી


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામે આજરોજ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિશે ખેડુતોને તાલીમ આવવામાં આવી હતી.આમ આ તાલીમમા ગામના મોટી સંખ્યામાં ગામના ખેડૂતો ભેગા થઈ ને માનનીય રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને બેસિક વંદે ગુજરાત પર પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવામાં આવી હતી.ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને તેમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેને વિશે સમજાવવામાં આવ્યા હતા.અને જીવામૃત તથા બીજમૃત કેવી રીતે બનાવવું તેવી વિગત વાર માહિતી આપવામાં આવી હતી.આમ પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને થતા ફાયદો વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આમ તાલુકાના મોટાભાગના ગામડામાં આજરોજ આ કાર્યક્રમ વિશે ખેડૂતો માહિતી આપવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »