ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા-કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નવલી નવરાત્રીમાં ખેલૈયા જુમી ઉઠ્યાં ખેલૈયાઓમાં અનેરો આનંદ
તા:3 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ઝાંઝરીયા સોનપરા કાણકીયા ભિયાળ કણેરી જેવાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેલૈયાઓ નવલી નવરાત્રીમાં આઠમાં નોરતાંની રાત્રે પ્રાચીન રાસ ગરબા અને પ્રાચીન દાંડિયા રાસ સાથે જૂમી ઉઠ્યાં હતાં જેમાં નાની બાળાઓએ માં જગદંબાનાં રાસ રજૂ કરીને માતાજીના આશીર્વાદ લીધા હતાં નાના બાળકોએ નાટક અને પિરામિડ જેવા કાર્યક્રમો કરીને લોકોનાં દિલ જીતી લિધા હતાં અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવાં મળ્યો હતો જેમાં પ્રાચીન રાસ ગરબા તબલાંનાં તાલે કલાકારોએ જે જૂની પરંપરા સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણાં હિન્દુ ધર્મની પરંપરા જળવાઈ રહે એ માટે માં જગદંબાના રાસ ગરબા ગવડાવીને પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં અનેક આગેવાનો બહેનો-ભાઈઓ યુવાનો વડીલોની હાજરી જોવાં મળી હતી અને નવરાત્રીનાં સાક્ષાત દર્શન કરાવ્યાં હતાં
ત્યારબાદ કોડીનાર તાલુકાનાં અનેક ગ્રામ્ય વિસ્તારો આલીદર બોડવા જીથલા મોરવડ જમનવાડા આદપોકાર જેવાં અનેક ગામડાઓમાં પ્રાચીન ગરબાની જુની પરંપરા મુજબ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આજે પણ જૂની ઢબનાં તાલે નવરાત્રી રમતાં જોવા મળ્યા હતાં જેમાં શહેરી વિસ્તાર કોડીનાર તાલુકામાં રેલ્વે ગરબી મંડળ દ્વારા રાજભા ગઢવી જેવાં નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને ડિજિટલ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગીર ગઢડા તાલુકામાં ઉના તાલુકામાં શહેરી વિસ્તારમાં માધવ બાઞની બાજુનાં ચોકમાં નામાંકિત કલાકારો ને આમંત્રિત કરીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક જગ્યાએ પ્રસાદી રૂપે બાળકોને ચોકલેટ પ્રસાદ આપીને માતાજીનાં આશીર્વાદ લીધા હતાં જેમાં અનેક જગ્યાઓએ ખેલૈયાઓ ઉત્સાહભેર આનંદ સાથે નવલી નવરાત્રી માણવા ઉમટી પડ્યા હતાં
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.