મહિલાના લોકદરબારમાં પોલીસે કાર્યવાહી ન કરતાં મહિલાએ સીપી કચેરીમાં ફીનાઈલ પીધુ

મહિલાના લોકદરબારમાં પોલીસે કાર્યવાહી ન કરતાં મહિલાએ સીપી કચેરીમાં ફીનાઈલ પીધુ


મહિલા પોલીસ મથકે યોજાયેલા લોકદરબારમાં હડાળાની મહિલાની ફરિયાદ ન લેવાતા મહિલાએ આજે બપોરના સમયે કમિશ્વર કચેરીમાં માથાના દુખાવાની ડઝનેક ગોળી અને ફિનાઈલ ગટગટાવી લેતા તેણીને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવી છે. હડાળામાં રહેતા હેતલબા નામના મહિલાએ આજે સીપી કચેરીમાં ફિનાઈલ ગટગટાવી લેતા
તેમને સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે તેમને ફેસબુક મારફતે મોરબીના આર્યન ક્ધસ્ટ્રકશનનું કામ કરતા વિનેશ મોહન સવસેતા સાથે પરિચય થયો હતો અને પોતે પરિણીત હોવા છતાં લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ પ્રથમ પત્નીને આઈવીએફ થકી બે સંતાનોને જન્મ આપ્યો હતો અને દુષ્કર્મના કેસથી બચવા માટે ગાંધર્વ લગ્ન કર્યા હતા. આ મામલાની ફરિયાદ લોકદરબારમાં લેવામાં ન આવતા આજે કંટાળી જઈ પોલીસ કમિશ્વરની કચેરીમાં ડઝનેક માથાની ગોળી અને ઉપર ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »