મોડાસા થી રાજેન્દ્રનગર ના હાઈવે રોડ સહિત ગામડાઓના રોડ ની હાલત ભંગાર. તંત્ર ના દાવા પોકળ સબીત. - At This Time

મોડાસા થી રાજેન્દ્રનગર ના હાઈવે રોડ સહિત ગામડાઓના રોડ ની હાલત ભંગાર. તંત્ર ના દાવા પોકળ સબીત.


જાણવા મળેલી માહિતી મુજબ હાલ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ના લીધે અને છેલ્લા બે વર્ષથી મોડાસા રાજેન્દ્રનગર હાઇવે નું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી અને સરકારના અધિકારીઓની ઢીલી નીતિને કારણે રોડ ઉપર મોટા મોટા ખાબડા ખાડા પડી ગયા છે .જે બાબતે લોકોએ આવેદનપત્ર આપી સરકાર સમક્ષ માગણી મુકેલ છે ત્યારે સરકારી તંત્ર દ્વારા અને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના તંત્ર દ્વારા આ ખાડાઓ પુરવા માટે માત્રને માત્ર લીઝ ના ધોળા પથ્થર ના ટુકડાઓથી માં કોરો સિમેન્ટ નાખીને લીઝ ની કપચી નાખવાથી વાહન ચાલકો ના ટાયર ફાટી જવા પંચર થવા ના બનાવો વધી રહ્યા છે. અરવલ્લી જિલ્લા ના
નું માર્ગ મકાન વિભાગ ને આ મેઇન હાઇવે ઉપર કામ વેઠ ઉતારી ને કામ કર્યું હોવાની વાત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા કલેકટરે આ ની તપાસ કરવાની જરૂર છે ના જિલ્લા માર્ગ મકાન ના કટકી બાજ અધિકારીઓ નાની ગ્રીટ કાળી કપચી થી રોડ ઉપર ખાડા પુરવા માં આવતા ત્યારે હાલ જિલ્લા ના રાજકીય આગેવાનોને આવેદન આપી ને મંત્રી ની લીઝ ના પથ્થર ની ગ્રીટ આ હાઇવે ઉપર નાખી હોવાની જગ જાહેર ફરિયાદ કરી છે ત્યારે આ માર્ગ મકાન વિભાગ અઘિકારીઓ આજ લીઝ ના પથ્થર થી આ ખાડા પૂર્યા હોવાનું લોકોને દેખાઈ રહ્યું છે તેમજ ગાજણ, હફ્સા બાદ અમરાપુર, વાટડા થી મોટી ચીચનો, મેઢાસન થી છેક અડપો દ્રા સુઘી ના ભંગાર રોડ ના ખાડા હજી પૂર્યા નથી,અને બીજા રોડ ઉપર હજી આ તંત્ર એ નજર સુદ્ધાં કરી નથી, ભંગાર મટીરીયલથી દેખાવ પૂરતા ખાડા પૂર્યા છે હજી રોડ ઉપર જેમનો જેમ જ ખાડાઓ ની હાલત એમ જ છે તે મેઢાસણ અને વટ્રા કાબોલા થી નાની મોટી ચિચનો સુધી ભંગાર રોડ છે. આ બાબતે સરકાર માં એવા દાવા થાય છે કે ગામડાઓના રોડ રીપેર થઈ ગયા છે તો આ લગતા માર્ગ અને મકાન વિભાગના અને લગ તા તંત્રએ આ રોડની જાત તપાસ કરવી જોઈએ ખરેખર તો આ જે કામ કરવા વાળા અધિકારીઓ છે તે પૂરેપૂરું મટીરીયલ વાપર્યું છે કે કેમ ?અને એ ધોળા પથ્થરોથી વાહન ચાલકોના ટાયર ફાટી જાય પંચર થઈ જાય એવા સફેદ પથ્થરોના ટુકડા નાખીને કરોડનું સમારકામ કરવામાં આવી રહી છે તો આ બાબતે સરકારશ્રીએ ઘટતું કરવા જાહેર લોક માંગની છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો .9638500650.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.