સરા ગામે અરિહંત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ચાલતું આરોગ્ય ધામ રણમાં મીઠી વીરડી સમાન

સરા ગામે અરિહંત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ચાલતું આરોગ્ય ધામ રણમાં મીઠી વીરડી સમાન


*સરા ખાતે અરિહંત ચેરી.ટ્રસ્ટ દ્રારા દર મંગળવારે ચાલતુ*
*આરોગ્યધામ સરા સહિત પંથકના લોકો માટે રણ મા મીઠી વિરડી સમાન*

સરા સહિત ગ્રામ્ય વિસ્તાર ના અંદાજે 400 થી વધુ દર્દીઓ માત્ર 20 રૂપિયા ચુકવી નિદાન અને દવાનો લાભ લે છે

       સરા અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યની સારી સુવિધા નજીવા દરે મળી રહે તેવા ઉમદા આશય થકી સરા મેલડી માતાજી ના ભુવાશ્રી બિપિનભાઇ દોશી 12/11/1992;  મા અરિહંત ચેરીટેબલ ટ્રસ્ટ ની રચના કરેલ હતી તેમજ  સરા અને આજુ બાજુ ગામના લોકોને બિમારી સબબ તેમજ તાત્કાલિક સાર વાર અર્થે શહેર મા જલ્દી પહોચી શકાય એ માટે સૌ પ્રથમ એમ્બ્યુ લન્સ વાનની સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે પણ ભુવાશ્રી  બિપીનભાઇએ પ્રયત્ન  કરતા તેમને સારો પ્રતિસાદ મળતા એમ્બ્યુ લન્સ વાનનુ સ્વપ્ન પણ સાર્થક બનાવી અને માત્ર ડિઝલ ભાડે સરા સહિત નજીક વાડી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારના લોકોને સરા ના આંગણે આ સુવિધા ઉપલબ્ધ કરાવેલ હતી.તદુપરાંત, લોકોને નજીવા દરે નિદાન, સારવાર અને દવાઓ મળી રહે એ માટે સુ.નગર જલારામ સદવિચાર પરિવાર સેવા ટ્રસ્ટ ના સ્વ.વિજય ભાઇ,શશીકાંતભાઈ શાહ નો સંપર્ક કરી ડોકટરને સુ.નગર થી સરા આવવા જવાની વ્યવ્સ્થા અને જરૂરી દવાઓ માટેનુ કામ સોપેલ જેમા સફળતા મળતાં સરા ખાતે શ્રી મેલડી માતાજી ની જુની જગ્યા મા તા.09 એપ્રીલ 1996 મંગળવાર ના રોજ સૌ પ્રથમ કેમ્પ યોજાયો જેમા માત્ર 5 રૂપિયા કેસ ફી લઇ ને 40 જેટલા દર્દીઓની તપાસણી કરી દવા સહિતની જરૂરી સારવાર આપવામા આવી હતી અને એ પછી ધીમે ધીમે દર્દીઓની સંખ્યા વધતી ગઇ અને આજે એ સીમાચિન્હરૂપ બની ગઇ છે અને એક વટવૃક્ષ બની ગયેલ છે! આ દવાખાનું દર મંગળવારે  વિઠલભાઇ ધર્મશાળા ખાતે ચાલુ કરવામાં આવેલ હતું જે આજેપણ અવિરત પણે ચાલુ છે. જેમાં સુ.નગર ના ડો. સુજીતભાઇ યાજ્ઞીક ડો.મહેશ્ર્વરી, ડો.રાજ પરા, ડો.ગોવાણી, ડો.અંજનાબેન શાહ, ડો.સુવર્ણકાર, ડો.વર્મા, ડો.ફિચડીયા, ડો. પંચોલી, ડો.ગોધાણી, ડો.ધર્મેન્દ્ર ગઢવી સાહેબે આ કેમ્પ મા સમયાતંરે સેવા બજાવી હતી અને આ સમગ્ર વ્યવ્સ્થા અરિહંત ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યકરો સંભાળી રહયા હતા અને એ સેવાયજ્ઞ આજે પણ ચાલુ છે અને માત્ર 20 રૂપિયા કેસ ફી મા નિદાન કરી, દવા સહિતની સુવિધા દર્દીઓને આપવામા આવી રહી છે. હાલ, છેલ્લા ધણાજ સમય થી કલરવ હેલ્થ કેર, સુ.નગર ના ડો.નિલેશ એન. ઠકકર તબીબી સેવા બજાવી રહયા છે તેમની સાથે શ્રી જયેશભાઈ ,વિપુલભાઈ . દીક્ષિત શાહ વિગેરે માનદ સેવા આપી રહયા છે.સરા ગામના યુવાન ભરત ભાઇ, મુન્નાભાઇ, ઝાલા રણજીતભાઇ રાઠોડ  અને 108 ના સ્ટાફ પણ સેવા યથા શકિત સેવા આપી રહ્યા છે.ડો.નિલેશભાઇ એ જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર થી અમારી ટીમ સરા બપોરે પહોચી જાય છે,  અને બપોરે 3.00 પછી કેમ્પ શરૂ કરવામા આવે છે જે રાત્રીના 11:30 વાગ્યા સુધી ચાલે છે જેમાં દર્દીઓને તપાસી,નિદાન કરી દરેક ને સલાહ - સૂચન તેમજ જરૂરી સારવાર આપવામા આવે છે.હાલ, કેમ્પ મા 300 થી 450 દર્દીઓ સારવાર અર્થે આવે છે  સરા સહિત વાડી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના તેમજ દૂર - સુદુર ના દર્દીઓ આ સેવાનો  લાભ લે છે અને વઘુ ને વઘુ દર્દીઓ આ કેમ્પ નો લાભ લે એવી સેવા આપવા અમે તત્પર છીએ. લોકો બીપી, લકવા ડાયાબિટીસ, વા - સંધિવા,એલર્જી,ચામડી,વાળ નખ તેમજ સ્ત્રી- બાળ રોગોના રોગોની સારવાર ખૂબ જ નજીવા દરે લઈ રહ્યા છે. તેમજ ટુંક સમયમાં જ આધુનિક સાધન - સુવિધાઓથી સજજ એવું નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે જે પછી દર 3-6 મહિને સુ.નગર/અમદાવાદના નામાંકીત સુપર સ્પેશિયાલિસ્ટનો કેમ્પ પણ નિયમિત પણે સેવાનો લાભ મળે તે માટે પ્રયત્ન ચાલુ છે લોકોએ મંગળવારે તબીબ સેવા અને કેમ્પ મા આપવામા આવતી સારવાર ને બિરદાવી ટુક સમય મા 500 થી વધુ લોકો આ કેમ્પ નો લાભ લેશે તેમ જણાવેલ હતુ.
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »