*આવો મળીએ ગુજરાત ની ત્રણ હજાર ઠાકોર મહિલા સંઘઠન કર્તા મિશાલ બેલડી રાજમાન રાજશ્રી મિનાબા કાળુસિંહ ચૌહાણ ઠાકોર ને*. - At This Time

*આવો મળીએ ગુજરાત ની ત્રણ હજાર ઠાકોર મહિલા સંઘઠન કર્તા મિશાલ બેલડી રાજમાન રાજશ્રી મિનાબા કાળુસિંહ ચૌહાણ ઠાકોર ને*.


*આવો મળીએ ગુજરાત ની ત્રણ હજાર ઠાકોર મહિલા સંઘઠન કર્તા મિશાલ સમાજ માં આગવી ઓળખ ઊભી કરનાર મંડળ ના પ્રમુખ મીનાબા તથા ઉપપ્રમુખ કૈલાશ બા ના સહકાર થકી ગુજરાતમાં માં સર્વોચ્ચ નામના ધરા વાનાર કળયુગ માં @સંઘે શક્તિ કળિયુગે @ની કહેવત ને સાર્થક કરનાર ગુજરાત માં મહિલા સશકિતકરણ કરણ ની વાતો કરતી સરકાર માં કોઈ પણ સરકારી સહાય ની અપેક્ષા ,લોભ,લાલચ,કે વિના ત્રણ હાજર થી વધુ મહિલાઓના સંગઠન કર્તા મીનાબા કાળુસિંહ ચૌહાણ ને. સો. સો સલામ... મૂળ .મોયદ ,તા.પ્રાંતિજ,જિ.સાબરકાંઠા ના કાળુસિંહ ચૌહાણ ના ધર્મ પત્ની મિનાબા ચૌહાણ પોતે બી.એ સુધીનો અભ્યાસ કરેલછે. કાળુસિંહ ચૌહાણ મોડાસા માઝુમ ડેમ ઉપર સતત ત્રીસ વર્ષ સુધી ઇજનેર તરીકે સેવાઓ આપીતેત્રીસ વર્ષ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પોતે બંને ને સમાજ સેવા ની ટેક સાથે સેવા યજ્ઞ ચાલુ કરેલ તેમને આજ સુધી કોઈ પબ્લીસિટી કે દેખાવો કર્યા નથી મીના બા ની સાથે તેમના સહદ્યાયી કૈલાસ બા પરમાર ને પણ આ મહિલા સંગઠન માં મહત્વની ભૂમિકા અદા કરી છે.તેમને પણ જેટલા અભિનદન આપીએ તેટલા ઓછા પડે.કાળું સિંહ ચૌહાણ ને નોકરી ની સાથે સાથે શિક્ષણ સેવા વર્ગ 2 ની g.p.s.c મારફતે પરીક્ષા પાસ કરેલ પણ તે નોકરી ના સ્વીકારી કારણ કે પોતે સમાજ સેવા ધર્મ ની શિક્ષણ નીજ્યોત આદ રેલ કાર્ય ના રાહબર બનીને ઠાકોર સમાજ ના ઘણા વર્કરોને કાયમી નોકરી આપવા માટે મદદ કરેલી અને કાયમી પણ થયા.
ક્ષત્રિય ઠાકોર સમાજના સર્વાંગી .વિકાસ માટે સતત કાર્યરત દંપતીની વાત. ઠાકોર સમાજનું હિત હૈયે હોય તો જરૂર આખી પોસ્ટ આખા ગુજરાત માં સૌ પ્રથમ વાંચજો.
.મીનાબા ચૌહાણ 3000 મહિલા સદસ્યોનું મહિલા મંડળ ચલાવે છે અને મહિલા સશક્તીકરણની ની ઉત્કૃષ્ટ સક્રિય કામગીરીની ને ધ્યાને લઈને દિશા સંસ્થા ના મહિલા શસ્કતિકરન ના કામગીરી ને લઈને પોતે બે વાર થાઇલેન્ડ અને નેપાળ જેવા દેશોમાં પ્રવાસ કરનાર ઠાકોર સમાજ ના સન્નારી કદાચ એક માત્ર મીના બા ચૌહાણ એજ માત્ર સન્નારી હસે.એવું મારું માનવું છે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સમાજના વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ વગેરે કામગીરી કરે છે.
2.22-9-2024 ના રોજ BRS કૉલેજ સોનગઢ તાલુકા પ્રાંતિજમાં સમાજના વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણનો મૂળ વિચાર મહિલા મંડળનો હતો અને તેમાં ખૂબ મહેનત કરી.2013 માં પ્રાંતિજ મુકામે સમાજની લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ત્યારે 250 ભાઈઓ અને 450 સમાજની બહેનોની હાજરી હતી.તેની ક્રેડિટ મીનાબાને જાય છે.લગભગ 30 જેટલી લાઇબ્રેરીઓના ઉદ્ઘાટનમાં કાળુસિંહ પોતે હાજર રહ્યા છે.સર્વ ગુજરાત ના આટલી સંખ્યામાં ઠાકોર સમાજની બહેનો નું સંગઠન નું નેતૃત્વ કરવું ચલાવવું અને સમાજ માટે સર્વ ગુજરાત માં એક નિવૃત્ત બેલડી ને ગુજરાત સરકારે ,કે ભારત કે ગુજરાત ની સામાજિક સંસ્થાઓ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજ અને ગુજરાત ની એન.જી. ઓ માટે સન્માન વા જેવી વાત છે.બેલ ડી નું સન્માન કરવું જોઈએ. આવી સસ્કતિકરન ની મિશાલ મહિલા શ્રી મીના બા ચૌહાણ ને સો સો સલામ.ઠાકોર
સમાજના હિતના કાર્યક્રમોમાં તેમની હાજરી અવશ્ય હોય જ.
કાળુસિંહ ચૌહાણ પોતે સિંચાઇ વિભાગના નિવૃત્ત અધિકારી તેમની નોકરી દરમિયાન સમાજના 65 રોજમદારોના હિતમાં ઉમદા કાર્ય કરી તેમને કાયમી નોકરી અપાવી અને તેમને પેન્શનપાત્ર બનાવ્યા.તેમના પ્રયાસોથી કુલ 240 રોજમદારને કાયમી નોકરીના ઓર્ડર મળ્યા.છે
સમાજ માંસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સમાજના વિદ્યાર્થીઓને છેલ્લા 12 વર્ષથી મદદ કરે છે, સમાજના વિદ્યાર્થીઓ માટે પોતે ફેકલ્ટી તરીકે પણ ઘણી બધી જગ્યાએ ક્લાસ લે છે.આ દંપતીના માર્ગદર્શન અને સલાહસૂચનથી દર વર્ષે પ્રાંતિજની આજુબાજુના 30 થી વધુ સમાજના વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગે છે.
તેમની પ્રેરણાથી મોડાસા શહેર માં અરવલ્લી જિલ્લા સૌ પ્રથમ લાયબ્રેરી જવાન સિંહ ઠાકોર ,સામાજિક કાર્યકર (ખબરદાર ન્યૂઝ અરવલ્લી),પત્રકાર અને ભીખૂસિંહ મુલોજવાલા ને લાયબ્રેરી ચાલુ કરેલ તેમાં ઠાકોર સમાજ ના દોઢસો થી વધુ વિદ્યાર્થી આવતા અંને કાળુસિંહ ચૌહાણ પોતે મોડાસા લાયબ્રેરી માં પચાસ હજાર રૂપિયાથી વધુના પુસ્તકો લાવવામાં મદદ કરેલી અને કાળુસિંહ ચૌહાણ પોતે પ્રાતિજ મોયદ થી મોડાસા એકવર્ષ છોકરાનેક્લાસ આપવા મોડાસામાં આવતા. ગાજણ ગામે હાઇસ્કૂલ માં પુસ્તકો ની સહાય સાથે શૈક્ષણિક કીટ અને રોજગાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી સાથે મંડળ માં કાર્ય રત છે.. અડપોદ્રા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ પદે અને પ્રતીજ ખાતે સમૂહ લગ્નોમાં પણ હંમેશા અગ્રેસર રહીને કામગીરી કરેલ આ નિવૃત્ત બેલડી ની
વિશેષ વાત એ કે દેખાડાથી કે સ્વપ્રસિદ્ધિથી દૂર રહે.ત્રણ દિવસથી હું તેમના ફોટા મંગાવતો હતો, છેવટે મારે કાર્યક્રમોના ફોટાઓમાંથી કાપકૂપ કરીને મૂકવા પડ્યા.
માતાજી આ દંપતીને સદા સ્વસ્થ અને સુખી રાખે તેવી પ્રાર્થના.
-પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર.સાથે પત્રકાર
*સંપાદક: જવાનસિંહ ઠાકોર
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.