મુળી ના સરલા ગામે સરકાર ની જમીન ઉપર દબાણ બાંધકામ સામે કુલ 18 શખ્સો સામે લેન્ડગ્રેબીંગ દાખલ - At This Time

મુળી ના સરલા ગામે સરકાર ની જમીન ઉપર દબાણ બાંધકામ સામે કુલ 18 શખ્સો સામે લેન્ડગ્રેબીંગ દાખલ


*મુળી ના સરલા ગામે ભુમાફિયા એવા કુલ -૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ દાખલ*

*મુળી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ના પતિ અને આગેવાન રવજી પટેલ સહિત ની સામે લેન્ડગ્રેબીંગ*

મુળી ના સરલા ગામે આવેલ સરકાર શ્રી ની સર્વે નંબર ૧૦૪ વાળી જમીન માં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ થ‌ઈ રહ્યા છે ત્યારે સરલા ના જાગૃત નાગરિક એવા રાજુભાઈ જીવણભાઈ પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર માં લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવેલ છે ત્યારે આ ભુમાફિયાઓ મોટામાથા ઓ ને ખુલ્લા પાડતા રાજકીય ઓથ માટે દોડાદોડી કરી રહ્યા છે જેમાં મુળી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ના પતિ મનસુખભાઇ ઈશ્વર ભાઈ પટેલ અને રાજકીય ભાજપ આગેવાન રવજી રતિલાલ પટેલ અને સમગ્ર પટેલ સમાજ ના આગેવાન એવા પ્રેમજીભાઈ ગગજીભાઈ પટેલ સહિત કુલ ૧૮ સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવી છે તમામ આગેવાનો ભાજપ સાથે જોડાયેલા હોય અને અનેક વર્ષોથી સરકારી જમીન ઉપર દબાણ કરી પાકા બાંધકામ કરી વેચવાના માસ્ટર માઈન્ડ ધરાવતાં હોય તેઓની સામે કાયદાકીય દાયરામાં કાર્યવાહી કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે ખરેખર આ સરકાર ની જમીન સર્વે નંબર ૧૦૪ માં સરલા ગ્રામ પંચાયત દ્વારા શાળા અને દવાખાના માટે જમીન ફાળવણી માટે કલેકટરશ્રી ને અનેક રજુઆત કરેલ હતી અને ફાળવણી પણ કરવામાં આવી છે તેમછતાં ભુમાફિયાઓ બેરોકટોક બાંધકામ કરી સરલા ગ્રામ પંચાયતના વિકાસ માં સતત અવરોધ ઉભો કરતાં હતા ત્યારે તેઓ માથાભારે હોય અને રાજકીય ઓથ ધરાવતા હોય અને પાણી નિકાલ માટે ના વહેણ ઉપર બાંધકામ ચણતર કરી દિધેલ હોય ત્યારે વરસાદ ના પાણી સમગ્ર ગામમાં ફરી વળે છે ત્યારે આ ભુમાફિયાઓ મોટામાથા સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવતાં ચકચાર ફેલાઈ જવા પામી છે
વાસુદેવ મગન પટેલ, કૌશિક વાસુદેવ પટેલ, કાંતિલાલ રતીલાલ પટેલ, નિલેશ દિલીપભાઈ પટેલ, વિશાલ વ્રજલાલ પટેલ,શૈલેષ હસમુખ પટેલ, રવજી રતિલાલ પટેલ, પ્રેમજી ગગજી પટેલ, નારાયણ ઠાકરશી પટેલ, હરિ ઠાકરશી પટેલ, ઈશ્વર છગન પટેલ, મનસુખ ઈશ્વર પટેલ, સહિત કુલ ૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ કરવામાં આવી છે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.