ચેક રીટર્ન કેસમાં આરોપીને વળતર ચૂકવવા અને જેલની સજાનો ડભોઈ કોર્ટનો હુકમ
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
( ફરિયાદી તર્ફે વકીલ સોયેબ એન. કડીયાની ધારદાર રજૂઆતો )
ડભોઇ નગરમાં રહેતા કુરેશી ઈસ્માઈલભાઈ હાજી અબ્દુલ રહીમ રહે, મહુડી ભાગોળ, ખાટકીવાડ, ડભોઇ નાઓએ તેઓના મિત્ર મોહંમદઅલી યુસુફભાઈ મોમીન રહે. બાદરપુર તા. વડનગર, જિ. મહેસાણા નાઓને મિત્રતાના સંબંધમાં વર્ષ ૨૦૧૪ માં ૧૫ લાખ રૂપિયા ઉછીના આપેલ હતાં. જે પેટે મોહંમદઅલી યુસુફભાઈ મોમીને એચડીએફસી બેન્ક હાલોલ ખાતાનો ચેક નંબર ૦૦૦૦૪૯ નો રૂપિયા ૧૫ લાખનો ચેક તારીખ ૦૧/૧૧/૨૦૧૮ નો ચેક આપ્યો હતો. જે ચેક કુરેશી ઈસ્માઈલભાઈ એ તેઓના બેન્ક ખાતામાં એચડીએફસી બેન્ક ની ડભોઇ શાખામાં ભરતા એ ચેક ઈનસફિસ્યન ફંડના કારણે પરત આવ્યો હતો . જેથી આ ચેક રીર્ટન થતાં તે અંગે તેઓએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ ડભોઇ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ્સ્ટ ક્લાસ શ્રીમતી કે.એસ ખન્ના મેડમની કોર્ટમાં ચાલી ગયો હતો અને કુરેશી ઈસ્માઈલભાઈ તરફે વકીલ સોયેબ એન. કડિયાએ આરોપીને કડકમાં કડક દાખલારૂપ સજા થાય તે માટે કોર્ટમાં ધારદાર રજૂઆતો કરી હતી. જેને મેજિસ્ટ્રેટ શ્રીમતી કે એસ ખન્નાએ ગ્રાહ્ય રાખીને આરોપીને કલમ 255 (2) અન્વયે ઘી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 તક્ષસીરવાર ઠેરવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ અને કલમ 357 (3) મુજબ આરોપીએ ફરિયાદીને બમણી રકમ રૂપિયા ૩૦ લાખ વળતરરૂપે ચૂકવવા માટે હુકમ કરેલ છે અને જો આરોપી તે રકમ ચૂકવવામાં નિષ્ફળ નીવળે તો તેને વધુ છ માસની સાદી કેદની પણ સજાનો હુકમ ફરમાવ્યો હતો.
ડભોઇ નગરમાં પ્રતિષ્ઠિત એવા એડવોકેટ સોયેબ.એન. કડિયાએ ચેક રીટન કેસમાં ધારદાર રજૂઆતો કરી વેપારીને પૂરતો ન્યાય અપાવ્યો હતો. જેથી ડભોઇ નગરમાં સીકયુરીટી પેટે ચેક આપી છેતરપિંડી કરતાં ઈસમોમા ભારે ખળભળાટ મચી ગયો છે.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.