વડબાર (વડ) પ્રાથમિક શાળા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો - At This Time

વડબાર (વડ) પ્રાથમિક શાળા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો


વડબાર વડ પ્રાથમિક શાળા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

વડનગર તાલુકાના વડબાર (વડ) પ્રાથમિક શાળા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓ નો વિદાયિ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો ગુરુ વિના જ્ઞાન નથી તેવી વાત કરી ને શરૂઆત કરી હતી આ વડબાર ગામ ની પવિત્ર ભૂમિ પર શિક્ષણ ની જ્યોત જગાવવા માટે આજ ના યુગ ટેકનોલોજી યુગમાં અપડેટ રહેવું પડે છે. તો વિદ્યાર્થીઓ ને ધાર્મિક આધ્યાત્મિક સાથે શિક્ષણમાં આગળ વધે તો સરકારી નોકરી તથા ધંધાકીય માં આગળ વધે તેવી પરમ પિતા પરમેશ્વર ને યાદ રાખી ને વિદ્યાર્થીઓ ને અંતરમન થી ઉર્જા રસ્તો બતાવે તેવી વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને વાત કરી હતી
વધુ તો માતા પિતા અને શિક્ષક તથા ગુરુ બાળકો ને શિક્ષણ નું જ્ઞાન તથા અંતરમન ની ઉર્જા જગાડવા નો પ્રયત્ન કરી ને ગામ તાલુકા જીલ્લા રાજ્ય દેશ તથા વિશ્વ ને સદ ઉપયોગ કરે તેવા પણ આર્શીવચન આપે છે. આ શાળા ના ૨૮ વિદ્યાર્થીઓ ધોરણ -૮ ના વિદાય લ ઈ રહ્યા છે. તે વિદ્યાર્થીઓ ને શિક્ષણ સાથે સાથે ધાર્મિક આધ્યાત્મિક ચેતના જગાડી ને આગળ વધે તેવા શિક્ષકો તથા સંતશ્રી અને આગેવાનો તથા ગ્રામજનો અંતરમન થી આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે વડનગર બ્રહ્મા કુમારી ના આધ્યાત્મિક ચેતના જગાવડનારા બ્રહ્મા કુમારી શિલ્પા બેન ,આર્શીવચન પ.પૂ સંતશ્રી લાલજી મહારાજ વક્તાપુર શામળાજી , અભિજીત સિંહ બારડ ,અધ્યક્ષ યુવા ક્ષત્રિય સેના ગુજરાત. પૂર્વ પિન્સિપાલ અને પ્રોફેસર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રણજીતસિંહ રાઠોડ, વડનગર નગરપાલિકાના પૂર્વ નગરસેવક સહદેવજી વરસંગજી ઠાકોર,નવ નિયુક્ત નગરપાલિકા નગરસેવકો હપુજી જવાનજી ઠાકોર, દિવાનજી ઠાકોર,વડનગર નગરપાલિકાના નગરસેવક વિક્રમ જી રજુજી ઠાકોર, ગામ ના આગેવાનો તથા ગ્રામજનો વાલી ઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વડબાર પ્રાથમિક શાળા પ્રિન્સીપાલ વર્ષાબેન પટેલ અને શિક્ષકો શિક્ષિકા અને SMC કમિટી ના સભ્યો હાજર રહી ને આ વિદાય શુભેચ્છા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ પ્રસંગે રણજીતસિંહ રાઠોડ તથા અભિજિત બારડ તથા સંતશ્રી લાલજી મહારાજ શું કહે છે તે સાંભળો.

રિપોર્ટ - :જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image