પંચમહાલ -પાનમડેમ પાવરહાઉસ પાસેથી ગોધરા એસીબી પોલીસમથકના કર્મચારી કિશનભાઈ ભુરિયાનો ઈજાગ્રસ્ત અવસ્થામાં મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્ક - At This Time

પંચમહાલ -પાનમડેમ પાવરહાઉસ પાસેથી ગોધરા એસીબી પોલીસમથકના કર્મચારી કિશનભાઈ ભુરિયાનો ઈજાગ્રસ્ત અવસ્થામાં મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્ક


શહેરા,
ગોધરા એસીબી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી શહેરા તાલુકાના કોઠા ગામે પાનમડેમ નજીક આવેલા પાવર હાઉસ પાસે ઈજાગ્રસ્ત હાલતમા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલાની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ બનાવ સ્થળે પહોચ્યા હતા.જ્યા સારવાર માટે તાત્કાલિક શહેરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યા હતા. જોકે ત્યા તેમને મૃત ઘોષિત કરવામા આવ્યા હતા. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ નોધાઈ છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા કોઠા ગામ પાસે આવેલા પાનમડેમ નજીક પાવર હાઉસની દિવાલ પાસેથી ગોધરા એસીબી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા કિશનભાઈ ભુરીયા શરીરે ઈજાગ્રસ્ત હાલતમા જોવા મળ્યા હતા. કોઈના પડવાનો અવાજ આવતા ત્યાના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. જ્યા તેમના પરિવારને જાણ હતી કે કોઠા ગામ પાસે આવેલી પાનમડેમ નજીકના પાવરહાઉસના દિવાલ પાસે પડી રહેલી હાલતમા હતા. માથાના ભાગે તેમજ પગેના ભાગે ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે શહેરા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જ્યા તેઓને મૃત ઘોષિત કરવામા આવ્યા હતા. તેમના મૃતદેહની પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામા આવી હતી. તેમના મોતને લઈને પણ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. તેઓ ઘરેથી નોકરી પર જવાનુ કહીને સવારના નીકળ્યા હતા. તેમના મોતના સમાચારથી પોલીસબેડામા પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.