કામરેજના ભાદા ગામે પસાર થતી તાપી નદીમાંથી 18 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવવાનો મામલો

કામરેજના ભાદા ગામે પસાર થતી તાપી નદીમાંથી 18 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવવાનો મામલો


કામરેજના ભાદા ગામે પસાર થતી તાપી નદીમાંથી 18 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવવાનો મામલો

મૃતક યુવતીને ન્યાય મળે તે માટે કોળી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી

બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા

મૃતક યુવતી સાથે દુષ્કર્મ થયો હોવાનો પરિવારજનો આક્ષેપ

દીકરીને જ્યાં સુધી ન્યાય ન મળે તે ત્યાં સુધી મૂતદેહ નહિ સ્વીકારવાની ચિમ્મકી ઉચારી

કામરેજના ભાદા ગામ નજીકથી ગત તારીખ ૧ ના રોજ મળી આવ્યો હતો મૃતદેહ

સુરત શહેર માંથી ગત ૨૯ તારીખના રોજ યુવતી ઘરેથી ગુમ થઈ હતી

કામરેજ ખાતેથી મળી આવેલ 18 વર્ષીય યુવતીના મૃતદેહના મામલાને લઈને સમાજ દ્વારા રેલી કાઢી ન્યાયની માંગણી કરી હતી અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર નહિ કરવાની ચીમકી ઉચ્ચારી હતી

સુરત શહેર માંથી ગત તારીખ 29 ના રોજ 18 વર્ષીય યુવતી ઘરેથી ગુમ થઈ હતી તે દરમીયાન પરિવાર જનોએ સુરત પોલીસમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ કામરેજ તાલુકાના ભાદા ગામ નજીક તાપી નદીના ઉડાણ માંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પગલે પરિવાર જનોએ યુવતી સાથે કઈક અજુગતું થયું હોવાનું ગંભીર આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી અને આજરોજ કામરેજ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજ દ્વારા રેલી કાઢીને યુવતીને ન્યાય મળે તેવી માંગણી કરી હતી અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી.....

કામરેજના ભાદા ગામ નજીકથી ગત તારીખ ૧ ના રોજ મૃતદેહ મળી આવ્યો હતો તે સમયથી આજદિન સુધી યુવતીના પરિવાર જનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી અને મૃતક યુવતીને યોગ્ય ન્યાય નહિ મળે તેમજ ગુનેગારોને સજા ન થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારની ચીમકી ઉચ્ચારી હતી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »