રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “પોષણ ઉડાન-૨૦૨૫” કાર્યક્ર્મની ઉજવણી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “પોષણ ઉડાન-૨૦૨૫” કાર્યક્ર્મની ઉજવણી.


રાજકોટ શહેર તા.૧૧/૧/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના “કુપોષણ મુક્ત ગુજરાત” અભિગમને સિધ્ધ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તમામ જીલ્લા અને મહાનગરપાલિકામાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૪-૨૫’ અને મકરસંક્રાંતી તહેવારને પોષણમાં સમાવવા માટે ‘પોષણ ઉડાન-૨૦૨૫’ કાર્યક્રમની ઉજવણી કરવા માર્ગદર્શન આપેલ છે. પોષણનું મહત્વ અને વિવિધ વાનગી નિર્દશન તેમજ સ્થાનિક કક્ષા એ પંતગોત્સવની ઉજવણી કરવાની થાય છે. રાજકોટ મહાનગરપાલિકા ઘટક-૧ની વોર્ડનં.૬ ની કનકનગર આંગણવાડીમાં તેમજ ઘટક-૨ ની વોર્ડનં-૮ની મહાદેવ આંગણવાડી ખાતે ‘પોષણ ઉત્સવ ૨૦૨૪-૨૫’ અને ‘પોષણ ઉડાન-૨૦૨૫’ કાર્યક્રમની ઉજવણી તા.૧૦/૧/૨૦૨૪ શુક્ર્વારના રોજ કરવામાં આવેલ છે. વોર્ડનં-૮ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભા-૭૦ ના માન.ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તેમજ શેર વીથ સ્માઇલ NGO કપિલભાઇ પંડ્યા હાજર રહેલ હતા. વોર્ડનં-૬માં આયોજીત કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજકોટના મેયર નયનાબહેન પેઢડીયાના વરદ્ હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમમાં પોષણનું મહત્વ દર્શાવતી વિવિધ વાનગીઓનું વાનગી નિર્દશન કરવામાં આવેલ હતું. જેમાં વર્કર બહેનો દ્વારા વાનગી વૈવિધ્ય દર્શાવવા મિલેટ્સ (શ્રીઅન્ન) અને T.H.R માંથી બનતી વાનગી તેમજ સરગવામાંથી બનતી વાનગીનું નિર્દશન કરવામાં આવેલ હતું. કેક જેવી મોર્ડન વાનગીથી માંડી પુડલા અને ઢોકળા, મુઠીયા જેવી ઘરેલું વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં ૩ વિજેતાઓને વાનગીઓ માટે ઈનામ જાહેર કરવામાં આવેલ હતા અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. ‘પોષણ ઉડાન-૨૦૨૫’ અંતર્ગત વોર્ડની તમામ કિશોરીઓ અને બાળકોને ઉપસ્થીત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને પંતગ વિતરણ કરવામાં આવેલ અને પતંગ સ્પર્ધા યોજવામાં આવેલ હતી જેમાં ૩ વિજેતાઓને ઈનામ આપવામાં આવેલ છે. ઘટક-૧ રાજકોટ મહાનગરપાલિકાના શિક્ષણ સમિતીના સદસ્ય ખાસ ઉપસ્થીત રહેલ હતા અને ઘટક-૨ના કાર્યક્ર્મ ખાતે રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ અને હરસુખસિંહ ગોહિલ ખાસ ઉપસ્થીત રહેલ હતા. વોર્ડના તમામ કોર્પોરેટર, પ્રમુખ, મહામંત્રી હાજર રહેલ તેમજ ઇનચાર્જ પ્રોગ્રામ ઓફીસર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવેલ. ઘટક-૧ ના CDPO જયશ્રીબેન સાકરિયા અને ઘટક-૨ના CDPO અનસુયાબહેન ભેંસદડીયા તેમજ મુખ્યસેવિકા અને ICDS વિભાગના અન્ય કર્મચારી અને ઘટક-૧ અને ૨ના સેજાના તમામ વર્કર બહેનોએ સખત જહેમત ઉઠાવેલ હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.