રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ નેશનલ લેવલ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કૉર્સના 60 વિદ્યાર્થીઓની ફી બરોડાના NGOના એકાઉન્ટમા જમા થતા કૌભાંડ કોંગ્રેસ નેતાનો આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ અંગ્રેજી ભવન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અહીં તાજેતરમાં યોજાયેલા નેશનલ લેવલ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સમાં ભાગ લેતા વિદ્યાર્થીઓની ફી બરોડાના NGO માં જમા થતા કૌભાંડ થયું હોવાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. નિદત બારોટે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે ભવન અધ્યક્ષનું કહેવું છે કે ત્રીજા વર્ષે બરોડાના એનજીઓ સાથે મળી કામ કરવામા આવ્યું છે. જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા બરોડા NGO ના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં નેશનલ લેવલ શોર્ટ ટર્મ કોર્સનું આયોજન થયુ હતુ. આ આયોજનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રૂ.1.50 લાખ રૂપિયા આપ્યા હતા. આ કાર્યક્રમ બળવંત પારેખ સેન્ટર - બરોડાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના કો-ઓર્ડિનેટર પ્રોફેસર કમલ મહેતાએ હાજર રહેનાર વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 700 લેવાનું નક્કી કર્યું. બહારગામના વિદ્યાર્થીઓ માટે રૂ. 1500 થી 2500 ફી રાખવામાં આવી હતી
અંદાજે રૂ. 1.50 લાખથી રૂ. 2 લાખ જેવી રકમ રજિસ્ટ્રેશન ફી તરીકે થઈ હશે. આ રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અથવા ભવનના ખાતામાં જમા થવી જોઈએ. આ રકમ વસૂલવાની પહોંચ પણ વિદ્યાર્થીઓને આપવી પડે. આ બધી રકમ બરોડાના બળવંત પારેખ સેન્ટરમાં જમા થઈ છે. જેમાં વિદ્યાર્થીઓને પહોંચ પણ આપવામા આવી નથી. કમલ મહેતા દ્વારા યુનિવર્સિટીના ભવનના અધ્યક્ષ રવિ ઝાલાની છત્રછાયાનો ઉપયોગ કરી આર્થિક લાભ બરોડાની સંસ્થાને આપવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
