ભચાઉ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

ભચાઉ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું


ભચાઉના આયુષ મેળામાં ખાસ પ્રકારની સારવાર અપાઇ વિશ્વભરમાં આયુર્વેદની નોંધ લેવાઇ રહી છે, ત્યારે લોકોને આયુર્વેદ તરફ વળવાનું સૂચન ગાંધીધામ-ભચાઉના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ભચાઉ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ચોથા આયુષ? મેળાનું રાપર વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સાથે દીપ પ્રાગટય પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પવનકુમાર મકરાણીએ માહિતી આપી હતી. જિલ્લા ભાજપના સચિવ વિકાસભાઇ રાજગોરે અને યુવા નેતા કુલદીપસિંહ જાડેજાએ આયુર્વેદના ઇતિહાસને વાગોળ્યો હતો. જિલ્લા આયુર્વેદ શાખા, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા આયોજિત અને ગાંધીધામના તાલુકા હેલ્થ ઓફિસ, આઇસીડીએસ વિભાગ, નગરપાલિકા અને સામાજિક અગ્રણીઓના સહકારથી તા. 26 ફેબ્રુ. ના એચ. ડી. ડી. કન્યા વિદ્યાલય ભચાઉ ખાતે યોજાયેલા આયુષ મેળાના અતિથિવિશેષ તરીકે ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ મઘીબેન વાવિયા, ભચાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ કલાવંતીબેન જોશી, જિ. પં. બાંધકામ સમિતિ ચેરમેન જનકસિંહ જાડેજા, ડીવાયએસપી એસ. આર. પી. ભચાઉ, વાય. આઇ. સંધી, જે. એચ. પાણ મામલતદાર, એ. જે. સોલંકી ટીડીઓ, ડો. નારાયણસિંહ ટી. એચ. ઓ., જાગૃતિબેન જોશી સી. ડી. પી. ઓ., ભરતસિંહ જાડેજા ઉપપ્રમુખ તા. પં., એ. બી. પટેલ પી. આઇ., અશોકસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ પાલિકા, મણિબેન ઝાલા ટ્રસ્ટી અને કૃપાબેન પરમાર પ્રિન્સિપાલ એચ. ડી. ડી. કન્યા વિદ્યાલય, અઝીમભાઇ શેખ કોર્પોરેટ હેડ કચ્છમિત્ર ગાંધીધામ, કથાકાર અવિનાશભાઇ જોશી, આત્માનંદજી માતાજી શ્રવણ કાવડિયા આશ્રમ ઉપસ્થિત રહ્યા હતા. ડો. મકરાણીએ સ્વાગત કર્યું હતું. ધન્વંતરિવંદના બાદ મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પમાં 80 દર્દીએ અગ્નિકર્મ, 45 દર્દીએ રક્તમોક્ષણ, 60 દર્દીએ કટિબસ્તિ-જાનુબસ્તિ અને 20 દર્દીએ નેત્રતર્પણ જેવી આયુર્વેદ સારવારનો લાભ લીધો હતો. 205 લાભાર્થીને સુવર્ણપ્રાશન સંસ્કાર કરાયા હતા. 75ને પંચકર્મ સારવાર અપાઇ હતી. 65 જણે પ્રત્યક્ષ યોગ નિદર્શન કર્યું હતું. 180 લાભાર્થીનું પ્રકૃતિ પરીક્ષણ કરાયું હતું. 10 કુપોષિત બાળકોને આયુષ કુપોષણ કિટ અને એસઆરપી જવાનોને સ્ટેમિના કિટનું વિતરણ કરાયું હતું. આયુષને લગતી ચિત્ર સ્પર્ધામાં 90, વકતૃત્વમાં 35 અને વાનગી સ્પર્ધામાં 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતાઓને સર્ટિ. અને ઇનામો જ્યારે ભાગ લેનારા દરેકને આશ્વાસન ઇનામ અપાયા હતા. આયુર્વેદનું દસ્તાવેજી ચલચિત્ર, આયુર્વેદના ઇતિહાસ, આસપાસની વનસ્પતિ, રસોડાના ઔષધો, હોમિયોપેથી પદ્ધતિ, પૌષ્ટિક વાનગીઓ, ત્રીરોગોની સમજના સ્ટોલોની દિવસ દરમ્યાન છ હજાર લોકોએ મુલાકાત લીધી હતી. સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. સંચાલન પિયૂષ ડોડીવાડિયાએ અને આભારવિધિ ડો. સુનીલ કાચારોલાએ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.