જસદણના લીલાપુર ગામે ગુજરાત કોર્પોરેશનના ગોડાઉનમાંથી ચોરી કરનાર તસ્કરો ઝડપાયા
(વિજય ચૌહાણ દ્વારા જસદણ)
જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના લીલાપુર ગામ ખાતે ગુજરાત રાજ્ય વેસ્ટ હાઉસ કોર્પોરેશન ગોડાઉનમાંથી રાયડો 675 બોરી 20 લાખ થી વધારે ની કિંમતના મુદ્દામાલ ચોરી કરનાર આરોપીઓને જસદણ પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડેલ જેમાં જસદણના લીલાપુર ખાતે વેસ્ટ હાઉસના મેનેજર દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી કે ગોડાઉનની પાછળના ભાગે દિવાલમાં મોટો હોલ પાડી 675 બોરી રાયડો ચોરાયેલ છે. જેની કિંમત 20 લાખ ઉપર થાય તેવી ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા નહોતા. જસદણ પોલીસ સ્ટેશનના પીઆઇ જાની દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી જેમાં અશોકભાઈ ભોજાણી પ્રણવભાઈ વાલાણી અને અનિલભાઈ સરવૈયા એ તાત્કાલિક બનાવ વાળી જગ્યાની ટેકનીકલ તેમજ હ્યુમન રિશોર્શિસન. ના માધ્યમથી ગુનો ડિટેકટ કરતા પી.આઈ જાની ને બાતમી મળેલ કે રાયડો ચોરી કરનાર વિછીયા તાલુકાના રેવાણીયા ગામના તસ્કરો છે જે વિંછીયાથી રાયડો ભરીને રાજકોટ વેચવા માટે નીકળવાના છે જે બાતમીના આધારે પી.આઈ જાનીએ અલગ અલગ ટીમ બનાવી અને વોચ ગોઠવતા જસદણના આટકોટ બાયપાસ રોડ પર થી આરોપીઓની મુદા માલ સાથે ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.