ધ્રાંગધ્રાની ફ્રેન્ડસ સોસાયટીમાં ત્રણ મકાનોમાં ચોરી, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kl7agwclclau5xkd/" left="-10"]

ધ્રાંગધ્રાની ફ્રેન્ડસ સોસાયટીમાં ત્રણ મકાનોમાં ચોરી,


તા.14/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામા ફ્રેન્ડ્સ સોસાયટી વિસ્તારમા રાતના સમયે ચોરી થઈ હતી. જેમાં ધ્રાંગધ્રા શહેરની ફ્રેન્ડસ સોસાયટીમા તસ્કરો ત્રાટક્યા હતા. અને 3 મકાનમાંથી 15 તોલા સોનુ અને પચાસ હજાર રોકડની ચોરી કરી અંધારામાં પલાયન થઇ ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામા ફ્રેન્ડ્સ સોસાયટી વિસ્તાર સૌથી જુના પોશ અને એકદમ શાંત વિસ્તાર તરીકે વી આઇ પી રહેવાસીઓની પ્રથમ પસંદ રહ્યો છે. ધ્રાંગધ્રા ફ્રેન્ડ્સ સોસાયટીમાં ધરતી લેબોરેટરી આજુબાજુના 3 મકાનોને તસ્કરો દ્વારા નિશાન બનાવીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં ફ્રેન્ડ્સ સોસાયટીમાં ચોરીની ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તત્કાલ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસ દ્વારા તસ્કરો કઈ બાજુથી આવ્યા હશે તથા પૈકી થકી મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા કે આયોજન વગર મકાનમાં ઘુસ્યાએ દિશામાં પોલીસ તપાસ તેજ બની હતી. પોલીસ દ્વારા મકાન માલિક પાસેથી ચોરી સંદર્ભે પૂછપરછ કરતા 15 તોલા સોનાના દાગીના અને પચાસ હજાર રોકડા તેમજ અન્ય સર‌ સામાનની ચોરી બાબતની માહિતી એકત્ર કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા પંથકમાં તસ્કરોનો તરખાટ જોવા મળતાં પોલીસ દ્વારા રાત્રી બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવ્યો છે. આ ઘટનામાં સૂત્રોની માહિતી મુજબ ચોર દ્વારા રેકી કરી મકાન માલિક વ્યવહારિક કામ અર્થે ગામ બહાર હોય ત્યારે જ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાનું જણાવી રહ્યા છે. તો સમગ્ર શહેરમાં ચોરને તાત્કાલિક પકડી પાડવા પોલીસ સમક્ષ અપેક્ષા બતાડવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]