સાબરકાંઠા…. ઇડર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામા પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ, કિશોરી મેળો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
*સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ*
****
સાબરકાંઠામા જિલ્લા પંચાયત તથા આઈ. સી. ડી. એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા આયોજિત પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ, કિશોરી મેળો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામા સી. ટી. આર. એમ હોટેલ ઇડર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે.સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે.દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.આજનું બાળક દેશનું ભવિષ્ય છે.તેમને પોષણયુક્ત સ્વસ્થ્ય આહાર આપવો ખુબ જ જરૂરી છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્રારા અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરવામાં આવી રહી છે. તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી “સહી પોષણ, દેશ રોશન”ના અભિગમને સાર્થક કર્યો છે.
આ કાર્યક્રમમા મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી લિનાબેન નિનામાએ જણાવ્યું હતું કે અત્યારના સમયમા મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓ સક્રિય છે. જે ગર્વની વાત છે. આ સાથે બેટી બચાવો બેટી પઢાવો અંગે વિગતે વાત કરી હતી.
આ કાર્યક્રમમા મહાનુભાવો દ્રારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ દ્રારા પૂર્ણા શક્તિના ઉપયોગ બાબતે પ્રતિભાવો રજૂ કર્યા હતા.
પોષણ ઉત્સવ -2024 અંતર્ગત કાર્યક્રમમા મહાનુભાવોના હસ્તે દિકરી વધામણાં કીટ,માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ ટીએચઆર તેમજ મિલેટ્સની વાનગી સ્પર્ધાના વિજેતાના ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમા તાલુકા પંચાયત પ્રમુખશ્રી,જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી અલ્પાબેન,સીડીપીઓશ્રી અમીબેન,તેડાઘરની બહેનો સહિત આંગણવાડીના બાળકો અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
****
રિપોર્ટર . અલ્પેશપટેલ. વડાલી
9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે
