મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
બોટાદ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ-૪,૮૫૦ લોકોની નોંધણી થઈ
હજુ બાકી રહી ગયેલા લોકો તા.૪/૯/૨૨ અને તા.૧૧/૯/૨૨ ના રોજ નામ દાખલ કરાવી શકશે
૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી.એ.શાહનો ખાસ અનુરોધ
તા.૨૯ :- બોટાદ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ-૪,૮૫૦ લોકોની નોંધણી થઈ હતી.૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં નવા યુવા નાગરિકો સહિત જિલ્લામાં કુલ-૪૮૫૦ લોકોની નોંધણી થઈ છે.
જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે.આગામી તા.૪ સપ્ટેમ્બર,૨૦૨૨ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ રવિવારના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે.
નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કેન્દ્રોની મુલાકાત લીધી છે. ત્યારે જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી.એ.શાહે ખાસ અનુરોધ કર્યો છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.