શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ, કોંગ્રેસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
શિક્ષણમંત્રીની સૂચના છતાં કેટલીક શાળાઓમાં નિશ્ચિત જગ્યાથી સ્વેટર ખરીદવા દબાણ
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી સૂચના રાજ્ય શિક્ષણમંત્રીએ આપી છે. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે, પરંતુ જો કોઈ શાળા આ બાબતે દબાણ કરે તો કોંગ્રેસ દ્વારા વાલીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
