આર.ટી.ઓ બોટાદ કચેરી દ્વારા ફોર વ્હીલર ( LMV CAR) ના વાહન માટે નવી સીરીઝ GJ.33.K માં પસંદગીના નંબર (Choice Number) ની હરાજી ઓનલાઈન મૂકવામાં આવેલ
(અસરફ જાંગડ દ્વારા)
આર.ટી.ઓ બોટાદ કચેરી દ્વારા ફોર વ્હીલર ( LMV CAR) ના વાહન માટે નવી સીરીઝ GJ.33.K માં પસંદગીના નંબર (Choice Number) ની હરાજી ઓનલાઈન મૂકવામાં આવેલ. જેની હરરાજીમાં લાખો રૂપિયાની આવક થઇ છે. જેમાં કુલ.૫૫ લોકોએ ભાગ લીધેલ.જે પૈકી મોટર વાહન નંબર જીજે ૩૩ કે ૦૦૦૧ માટેની ઉચ્ચતમ બોલી રૂ ૪૯૫૦૦૦/- લગાવવામાં આવેલ. તેમજ બીજા મોટર વાહન નંબર જીજે ૩૩ કે ૦૦૦૭ માટેની ઉચ્ચતમ બોલી રૂ ૪૩૪૦૦૦/- લગાવવામાં આવેલ.અને ત્રીજા મોટર વાહન નંબર જીજે ૩૩ કે ૦૦૦૯ માટેની ઉચ્ચતમ બોલી રૂ ૩૬૧૦૦૦/- લગાવવામાં આવેલ.તેમજ મોટર કાર પ્રકાર GJ.33.K નવા નંબરની હરાજીમાં સરકારશ્રીને કુલ રૂ ૨૩૨૮૦૦૦/- ની આવક થયેલ છે. આજના ટેક્નોલોજીના યુગમાં વાહનોની સંખ્યા કરોડોમાં છે, અને દરરોજ લાખોની સંખ્યામાં નવા વાહનોની ખરીદી થતી હોય છે. વાહન ખરીદ્યા પછી આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો રહે છે. આ નંબરને પોતાની પસંદગીનો નંબર મેળવવાનો ઘણા લોકોને શોખ હોય છે. આ શોખ જોઈને RTO દ્વારા ખાસ હરાજી કરવામાં આવતી હોઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.