અમદાવાદ: SP રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત, પતી-પત્નીના મોતથી પરિવારમાં શોકનું મોજું
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારે હ્રદયવિદારક અકસ્માત સામે આવ્યો છે. મંદિરના દર્શન કરવા નીકળેલા પટેલ દંપતીને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર ઘટનામાં ટ્રક 100 ફૂટ સુધી દંપતીને ઢસડતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
ઘટના SP રિંગ રોડની છે, જ્યાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. આ અકસ્માતમાં નિર્દોષ પતી-પત્ની જીવ ગુમાવતા તેમના પરિવારમાં હ્રદયવિદારક દુઃખનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્માત બાદ પોલીસે તરત જ સ્થળ પર પહોંચી કચડાયેલા માનવ અંગોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
અકસ્માત પછી ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટના એ બેદરકાર અને ઝડપી ગતિથી વાહન ચલાવવાના ભયાનક પરિણામોને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. પરિવારમાં અનિર્માણિય નુકસાન અને સમગ્ર સમાજમાં આઘાતજનક અવસ્થાને કારણે લોકોમાં સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે.
અકસ્માતથી પીડિત પરિવારો માટે આ મોટું આઘાત છે, અને આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે ટ્રાફિક નિયમન અને વાહન ચાલકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
