ગોપાલગ્રામ ખાતે દરબાર સાહેબની જન્મ જયંતિ ઉજવાય
ગોપાલગ્રામ ખાતે દરબાર સાહેબની જન્મ જયંતિ ઉજવાય
ધારી તાલુકાના ઐતિહાસિક ગામ ઢસા (હાલનું ગોપાલગ્રામ) ખાતે ત્યાંનાં પ્રજાવત્સલ ત્યાગી રાજવી અને સત્યાગ્રહી સ્વાતંત્ર્યસેનાની દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈની ૧૩૬મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.
અત્રે તેમનાં દરબાર ગઢમાં આવેલ ભક્તિબા ગોપાળદાસ દેસાઈ કન્યાશાળામાં પૂ. દરબાર સાહેબને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ સાથે ગામનાં આગેવાનો દ્વારા ભાવવંદના કરવામાં આવી.
આ તકે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ અને ગામના વરિષ્ઠ આગેવાન શંભુભાઈ વાડદોરિયાએ દરબાર સાહેબને શબ્દાંજલિ આપતાં તેમની પ્રજા પ્રત્યેની લાગણી, રાષ્ટ્ર પ્રેમ, સાદગી અને શિક્ષણને પ્રાધાન્ય આપતાં પ્રેરણાદાયી જીવન પ્રસંગો વિશે વાત કરી હતી. કન્યા શાળાની વિદ્યાર્થીની કુ. નિરજા ગૌસ્વામીએ રાજવી ગોપાળદાસ દેસાઈનું પાત્ર ભજવી દરબાર સાહેબનો પરિચય આપ્યો હતો. બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. આ તકે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ગોપાલગ્રામ ગ્રામ પંચાયતના હરેશભાઈ વાળા, ઉપસરપંચ ગૌતમભાઈ વાળાના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી કિર્તીભાઈ ભટ્ટ, સૂરેશભાઈ વાડદોરિયા, વસંતભાઈ અગ્રાવત, પ્રતાપગીરી ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભક્તિબા કન્યા શાળાનાં આચાર્ય રસીદાબેન સંવટ, મેધાબેન પંડ્યા, ઈન્દુબેન રૂપારેલિયા, સીમાબેન ઠાકર, દેવેનભાઈ ભટ્ટ, મોનિકભાઈ ડોબરિયા તેમજ કુમાર શાળાના આચાર્ય રજનીકાંત દાફડા, શ્રદ્ધાબેન માધડ, દિવ્યાબેન અજાણી, હસ્મિતાબેન વઘાસિયા, ચિરંજયભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી તેમ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.