રજવાડાં પાસેથી ખેડૂતોને જમીન અપાવવા ખેતી બેન્કે લોન આપી હતી - At This Time

રજવાડાં પાસેથી ખેડૂતોને જમીન અપાવવા ખેતી બેન્કે લોન આપી હતી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને રજવાડાંઓ પાસેથી જમીનની માલિકી અપાવવા માટે ખેતી બેન્કે ધિરાણ આપ્યું હતું. આ ધિરાણ આપીને તેમને ખેડૂતોને જમીનની માલિકી અપાવી છે. તે પૂર્વે આ વિસ્તારની જમીનની માલિકી રજવાડાંઓની હતી અને ખેડૂતોએ તેના પર ખેતી જ કરતાં  હતા, એમ ૧૯૫૧માં સ્થપાયેલી ખેતી બેન્કના ૭૧માં વાર્ષિક સમારોહને સંબોંધન કરતાં કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.ખેતી બેન્ક તરીકે ઓળખાતી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ ગ્રામીણ વિકાસ બેન્કના ૭૦માં વર્ષની પૂર્ણાહૂતિ અને ૭૧માં વર્ષના પ્રવેશદિન નિમિત્તે દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરતાં કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ૨૨૨ જેટલા નાના નાના રજવાડાઓ હતા. આ વિસ્તારની જમીન રાજા રજવાડાઓને નામે હતું. ખેડૂતો તેના પર ખેતી કરતાં હતા. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે દરેક રાજારજવાડાંઓને એક કરીને જમીન સરકાર હસ્તક લીધી તેને માટે રાજારજવાડાંઓને તે જમીનનું મૂલ્ય આપવાનું આવ્યું ત્યારે ખેડૂતો પાસે પૈસા નહોતા. તેથી તે ભૂમિ તેમના નામે નહોતી. આ સમયે ખેડૂતો પાસે પૈસા નહોતા. પૈસા ન હોવાથી તે ભૂમિ તેમના નામે નહોતી થતી. તે વખતે પોરબંદરના રાજા ઉદય ભાણસિંહજી નેતૃત્વમાં સૌરાષ્ટ્ર લેન્ડ મોર્ટગેજ  બેન્કની સ્થાપના કરવામાં આવી હતી. આમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ૫૬૦૦૦ ખેડૂતોને જમીનની માલિકી અપાવવામાં ખેતી બેન્કે ભૂમિકા ભજવી હતી. ખેતી બેન્કે તમને લોન આપી હતી. આ કામગીરી સૌરાષ્ટ્ર લેન્ડ મોર્ટગેજ બેન્કના માધ્યમથી કરાવી હતી.ખેતી બેન્કે જમીનના માલિકી હક્ક અપાવ્યા. પરંતુ જમીનને સમતળ કરાવવા સહિતની કામગીરી કરવા માટે ખેતી બેન્કે મધ્યમ અને લાંબા ગાળાના ધિરાણ આપવાનું બીડું ઝડપ્યું હતું. નાના મોટા ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી છોડાવવાનું કામ પણ ખેતી બેન્કે કરી છે. કૂવા અને સિંચાઈની સુવિધા ઊભી કરવા, ખેતી માટે મશીનો વસાવવા,  સ્વરોજગાર માટેે પણ ખેતી બેન્કે ખેડૂતોને ધિરાણ આપ્યું હતું. આજે તેની ગુજરાતના ૧૭ જિલ્લામાં ખેતી બેન્કની અને ૧૭૬ શાખાઓ સક્રિય છે. કૃષિ ફાઈનાન્સ આપતી સૌથી મોટી બેન્ક ખેતી બેન્ક છે. ડૉલર કેટોચેના વડપણ હેઠળ ચાલતી ખેતી બેન્કની આર્થિક સ્થિતિનો ચિતાર આપતા તેમણે જણાવ્યું હતું કે ખેતી બેન્કે ૮,૪૨,૦૦૦ ખેડૂતોને રૃા. ૪૫૪૩ કરોડની લોન આપી છે. શેરમૂડી વધી છે. ત્રણ લાખથી વધુ સભાસદ ધરાવતી ખેતી બેન્ક પાસે ૫૯૦ કરોડનું રિઝર્વ ફંડ અને ૨૦૦ કરોડથી વધુની ડિપોઝિટ છે. બેન્કે છેલ્લા દોઢ બે વર્ષમાં રૂ.૧૯૦ કરોડની રિકવરી કરી છે.ખેતીના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો કોલ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ આપ્યો ત્યારે પણ ખેતી બેન્કે કૃષિ ક્ષેત્રમાં મોટુંધિરાણ કર્યું હતું.ખેતી બેન્કના ૭૧માં વાર્ષિક સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ ઉપરાંત સહકારી ક્ષેત્રના સંખ્યાબંધ મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.