આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ભારતીય સંસ્કૃતિમાં તો "વસુદેવ કુટુમ્બકમ્" ની ભાવના પ્રાચીનકાળથી જ છે. - At This Time

આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે.


વિશ્વભરમાં દર વર્ષ તા. ર૦મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો "વસુદેવ કુટુમ્બકમ્" ની ભાવના પ્રાચીનકાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ-ર૦૦પ માં પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ વર્ષે કોરોનાકાળ હોવાથી આ ઉજવણી ઓનલાઈન થઈ રહી છે.

વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતિઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા, વિશ્વના દેશોમાં પબ્લિક ટુ પબ્લિક કોન્ટેક્ટ વધે અને ગ્લોબલ ઓલિડારિટિ એટલે કે વૈશ્વિક એકતાની ભાવના ઊભી થાય તે ઉપરાંત અવિરત વિકાસ, ગરીબી નિર્મુલી અને બીમારીઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઉભી થાય તેવા ઉદૃેશ્યોથી આ ઉજવણી થાય છે.

આ દિવસે વિવિધ દેશોમાં વ્યાખ્યાનો, જૂથ ચર્ચાઓ, વર્કશોપ, સમારહો તથા ચિત્ર-તસ્વીર પ્રદર્શનો યોજાતા હોય છે. વિશ્વભરમાં શાંતિ, ભાઈચારો, પ્રેમ, સૌહાર્દ અને એકતાનો સંદેશ વહેતો થાય તે માટે યોજાતા કાર્યકરોમાં અગ્રગણ્ય નેતાઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો, બુદ્ધિજીવીઓ ઉપરાંત કથાકારો, સાધુ-સંધો તથા સેલિબ્રિટીસ પણ જોડાતા હોય જ છે.

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ મુજબ "સર્વત્રઃ સુખિના સન્તૂ સર્વે સન્તૂ નિરામયા" ના મંત્ર અનુસાર વિશ્વ બંધુત્વની ભાવના પહેલાના જ પ્રજ્જવલિત છે, જેનો વિશ્વિક પ્રચાર થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.