બુરા ન માનો હોલી હૈ.. - At This Time

બુરા ન માનો હોલી હૈ..


બુરા ન માનો હોલી હે...આ વાક્ય તો આપે આજે ખૂબ સાંભળ્યું હશે. હોળીને રંગોનો પર્વ કહેવાય છે એ પણ આપ જાણતા જ હશો. પણ આજે અમે આપને જણાવીશું હોળી રમવાની એક અનોખી પરંપરા વિશે...સામાન્ય રીતે હોળી રમવા માટે લોકો રંગ અથવા ફૂલનો ઉપયોગ કરતા હોય છે. રંગો વડે હોળી રમી લોકો રાગ-દ્વેષ ભૂલી એક્તાના રંગે રંગાઇ જાય છે. પરંતુ વિસાવાડા ગામમાં લોકો એક બીજાને છાણાં મારી હોળીનો તહેવાર ઉજવે છે.પોરબંદર નજીક આવેલા *વિસાવાડા* ગામે હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસને અહીંના લોકો પડવા તરીકે ઉજવે છે. પડવો ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં હોળી પછીના ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટે છે. ખાસ કરીને મોટાભાગના લોકો મહેર જ્ઞાતિના હોવાથી *વિસાવાડા* ગામના ચોકમાં સવારે મહેર જ્ઞાતિના લોકો એક બીજાને સામસામે છાણાં ફેંકી જુના મનદુઃખ અને વેર-ઝેર ભૂલી જાય છે. તેમા મહેર જ્ઞાતિના અલગ અલગ શાખ ના લોકો એક બિજાને છાણા મારી હોળી મનાવે છે. આ પ્રથા વિસાવાડા ગામની વર્ષો જુની છે જેમા નાના બાળકોથી માંડી મોટી ઉમરના ભાઇઓ પણ આ રીતે હોળી ઉજવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.