મોરબી રોડ ઉપર ગેરકાયદેસર 10 દબાણો દૂર કરી 13 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી - At This Time

મોરબી રોડ ઉપર ગેરકાયદેસર 10 દબાણો દૂર કરી 13 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી


રાજકોટ શહેર જિલ્લામાં અનઅધિકૃત રીતે સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મોરબી રોડ ઉપર રેવન્યુ સર્વે નંબર 91 પૈકીની ટીપી સ્કીમ નંબર 12ના એફપી નંબર 55ની 3271 ચોરસ મીટર જમીન પરથી દબાણોને હટાવવામાં આવેલ હતા. જેની અંદાજિત કિંમત 13 કરોડ થાય છે. જેમાં 8 રેતી-કપચીના ધંધાર્થીઓ, 3 ઝૂપડા, 1 ઈંડાની લારી, 1 ચા અને 1 નાસ્તાની રેકડી ગેરકાયદેસર હોવાથી તેને દૂર કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.