ગરબાડાના ધારાસભ્ય અને ડીડીઓએ અભલોડ પાંડુરંગ શાળા ખાતે યોજાયેલ સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. - At This Time

ગરબાડાના ધારાસભ્ય અને ડીડીઓએ અભલોડ પાંડુરંગ શાળા ખાતે યોજાયેલ સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.


ગરબાડા તાલુકાના અભલોડ ખાતે આજરોજ સાંસદ ખેલ સ્પર્ધાનો દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તથા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા કરાવ્યો હતો. સાંસદ ખેલ સ્પર્ધામાં કુલ ૧૨ જેટલી રમતો નું આયોજન કરાયું હતું જેમાં એથલેટિક્સ, કબડ્ડી, હોકી, આર્ચરી,રસાખેંચ,વોલીબોલ, કરાટે,ક્રિકેટ, કુસ્તી,જુડો સહિત ની રમતો રમાશે વિજેતા ખેલાડીઓને મેડલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આ સાંસદ ખેલ સ્પર્ધામાં અભલોડ ગામના સરપંચ વરસીંગભાઇ ભાભોર,સુધીરભાઈ લાલપુરવાળા, ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા, તાલુકા સભ્યો,જિલ્લા સભ્યો, રમતગમત સંયોજકો, ખેલાડીઓ અને તાલુકાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon