5G પર મોટો નિર્ણય, આ નિયમ 10 હજારથી વધુ ફોન બનાવતી કંપનીઓ પર થશે લાગુ - At This Time

5G પર મોટો નિર્ણય, આ નિયમ 10 હજારથી વધુ ફોન બનાવતી કંપનીઓ પર થશે લાગુ


5G સર્વિસ વિશે સતત નવી માહિતી બહાર આવી રહી છે. નવી વિગતો સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ સાથે સંબંધિત છે. અહેવાલ મુજબ હેન્ડસેટ ઉત્પાદકોના પ્રતિનિધિઓએ ટોપના સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ મીટિંગમાં કંપનીઓએ 10,000 રૂપિયાથી વધુના 4G ફોનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવાનું આશ્વાસન આપ્યું છે.

કંપનીઓએ ધીમે ધીમે 4G થી 5G માં શિફ્ટ થવાની વાત કરી છે. રિપોર્ટ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ના ટોચના અધિકારીઓએ મોબાઈલ ઓપરેટર્સ અને સ્માર્ટફોન ઉત્પાદકો સાથે બેઠક યોજી છે.

ત્રણ મહિનાનો સમય... અને મિટિંગમાં શું થયું

અધિકારીઓએ 5G સર્વિસઓને વેગ આપવા માટે ત્રણ મહિનાની ટ્રિમફ્રેમ આપી છે. મીટિંગ સાથે જોડાયેલા એક વ્યક્તિએ ANIને આ મામલાની માહિતી આપી છે. નામ ન આપવાની શરતે, વ્યક્તિએ કહ્યું કે સ્માર્ટફોન ઉત્પાદકો ધીમે ધીમે 4G થી 5G માં શિફ્ટ થશે.

ખાસ કરીને 10 હજાર રૂપિયાથી ઉપરના બજેટમાં. એટલે કે આવનારા દિવસોમાં 10 હજાર રૂપિયાથી વધુના બજેટમાં માત્ર 5G સ્માર્ટફોન જ મળશે. ઈન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવે કહ્યું કે ભારતમાં 750 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે. 100 મિલિયન લોકો પાસે 5G તૈયાર ફોન છે, જ્યારે 350 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ 3G અથવા 4G પર કામ કરતા ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

એક કલાકની બેઠક

આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી, જેમાં એપલ, સેમસંગ અને અન્ય ટેલિકોમ ઓપરેટર્સ સહિતની બ્રાન્ડ્સના એક્ઝિક્યુટિવ્સ પણ સામેલ થયા હતા. સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ મીટિંગ સ્માર્ટફોન કંપનીઓ અને ટેલિકોમ ઓપરેટરો વચ્ચે વધુ સારા સંકલન માટે આયોજિત કરવામાં આવી હતી.

5G સર્વિસ પ્રદાન કરવા માટે, સ્માર્ટફોન ઉત્પાદકો તેમના ફોન પર ટેલિકોમ ઓપરેટરો સાથે પરીક્ષણ શરૂ કરવા માટે સંમત થયા છે. ભારતમાં 100 મિલિયનથી વધુ 5G તૈયાર ફોન છે, પરંતુ ઘણા ઉપકરણો 5G કેપેબલ નથી.

5G ફોનમાં પણ 5G નેટવર્ક ઉપલબ્ધ નથી

આ સૂચિમાં Apple અને Samsung સુધીના ઉપકરણો શામેલ છે. બંને કંપનીઓએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં યૂઝર્સને 5G સપોર્ટનું અપડેટ મળશે, ત્યારપછી તેઓ કોઈપણ સમસ્યા વિના તેમના ફોનમાં 5G સર્વિસનો ઉપયોગ કરી શકશે. અત્યારે કોઈપણ iPhoneમાં 5G નેટવર્ક નથી આવી રહ્યું.

એપલ આ માટે ટેલિકોમ કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. બ્રાન્ડે માહિતી આપી છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં યુઝર્સને 5G સપોર્ટનું અપડેટ મળશે. તે જ સમયે, સેમસંગે નવેમ્બર સુધીમાં વપરાશકર્તાઓને અપડેટ્સ આપવાનું કહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.