લીલીયા તાલુકા ના ગામો માં વિકાસ કામોની વણજાર કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા
વિસ્તાર માં 580 લાખ ના વિકાસ કામો નું ભૂમીપુંજન કરતા કસવાલા
લીલીયા તાલુકાના ગામોમાં વિકાસ કામોની વણઝારા કરતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જેમાં 180 લાખના ખર્ચે ભોરિંગડા ચારોડીયા પુલ નાળુ તેમજ કુતાણા ખારા પુલ નાળા નું ભૂમિપુંજન કરાયું તેવીજ રીતે ખારા-ઢાંગલા ખારા-હાથીગઢ પુલ નાળાનું 220 લાખના ખર્ચે ભૂમિ પૂજન કરાયું તેવી જ રીતના ગુંદરણ-પાંચ તલાવડા પુલ નાળા નું કામ 60 લાખના ખર્ચે થવા જઈ રહ્યું છે તેવી જ રીતે હરીપર-એકલેરા પુલ 60 લાખ ના ખર્ચે થવા જઈ રહ્યો છે તેમનું પણ ભૂમિ પૂજન ધારાસભ્ય દ્વારા કરાયું તેવી જ રીતે પુતળીયા એપ્રોચ પુલ નાળાનું 60 લાખના ખર્ચે કામ થશે જેમનું પણ ભૂમિ પૂજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું વિસ્તારના કુલ પાંચ ગામોમાં 580 લાખના ખર્ચે પુલ નાળા તેમજ એપ્રોચ રોડ નું ભૂમિ પૂજન ધારાસભ્ય કસવાલા દ્વારા કરાયું વિસ્તારના છેવાડાના લોકો સરકારશ્રીના વિકાસથી વંચિત ન રહે તેવા શુભ હેતુથી ધારાસભ્ય દ્વારા અનેક વિકાસ કામો ના ભૂમિ પૂજન કરવામાં આવ્યા આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનના પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી,રાશી ભાઈ ડેર,ગૌતમભાઈ વિછીયા, અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, બાબુભાઈ ધામત યુવા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી જયસુખભાઈ સુરાણી, વાલજીભાઈ માડણકા,પરેશ પાડા,ભરતભાઈ ઠુંમર,હસમુખ પોલરા,હિતેશભાઈ પરમાર જીગ્નેશ ઝિંઝુવાડીયા સહિત વિવિધ ગામ ના સરપંચો કાર્યકરો અને ગ્રામ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
