શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ – ત્રીજો દિવસ
શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ – ત્રીજો દિવસ
----------------
ભીડીયા પે સેન્ટર શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવતાં મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીણા
------------------
ગીર સોમનાથ,તા.૨૮: બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે 'શાળા પ્રવેશોત્સવ'. ગીર સોમનાથમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે
મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીણાએ ભીડીયા પે સેન્ટર શાળા ખાતે ૧૨૭ બાળકોને શૈક્ષણિક કીટ આપીને હરખભેર શાળા પ્રવેશ અપાવ્યો હતો.
મત્સ્યોદ્યોગ નિયામકશ્રીએ શાળામાં ધો.૧માં ૭૨, બાલવાટિકામાં ૫૫ બાળકોના પ્રવેશ ઉપરાંત મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની પૂર્ણ ભારત અંતર્ગત નિરક્ષર માતાઓનાં સાક્ષરતા વર્ગનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અને શાળાએ જાતે બનાવેલ વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત, ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઇન અંતર્ગત સદભાવના ટ્રસ્ટને વૃક્ષ ઉછેર માટે શિક્ષકો દ્વારા રૂ. ૧૮,૫૦૦નું અનુદાન આપવામાં આવ્યું હતું.
00 000 000 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.