વાવના દિપાસરા ગામેથી ઇન્ટરનેશનલ કૉલ સેન્ટર સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યું : સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ - At This Time

વાવના દિપાસરા ગામેથી ઇન્ટરનેશનલ કૉલ સેન્ટર સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યું : સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ


વાવના દીપાસરા ગામેથી કોલ સેન્ટર ઝડપાયું

આર.આર.સેલ.ટીમ દ્વારા સાયબર ક્રાઈમના દરોડા : સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

15 થી વધુ મહિલા- પુરુષ સાથે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સહિતની સાધન સામગ્રી કબ્જે

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વાવથી માત્ર 2 કી. મી.ના અંતરે આવેલા દિપાસરા ગામે કોલ સેન્ટર ઝડપાતા સમગ્ર સરહદી પંથકમાં હલચલ મચી ગઇ છે.
છેલ્લા કેટલાય સમયથી કોઈ બહારના રાજ્યના લોકોએ દીપાસરા ગામે વી.આઇ.પી. મકાન ભાડે રાખ્યું છે.જ્યાં તમામ અદ્યતન સુવિધાઓ જેવી કે ટાવર, એ.સી.,લેપટોપ, કોમ્યુટર,સ્ટેબીલાઈઝર, હેવી પાવર વીજળી, પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.જે વી.આઇ.પી. મકાનમાંથી ફોન લેપટોપ કોમ્યુટર મારફત આ આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં વધુ પડતા વિદેશમાં કોલ થઈ રહ્યા હોવાની તેમજ લિંકો મારફત મોટા પાયે સાયબર ફ્રોડ થતા હોવાની બાતમી આર.આર.સેલ.ની ટીમને મળી હતી. જેથી ગત 30 જાન્યુઆરીની મધ્યરાત્રીએ સાઇબર ક્રાઈમની ટીમે દરોડા પાડતા 15 જેટલા મહિલા-પુરુષો તેમજ લેપટોપ ,કોમ્યુટર ,મોબાઈલ સહિત સાધન સામગ્રી મળી આવી હતી.જો કે આંતર રાષ્ટ્રીય સરહદી સીમા ઉપર કોલ સેન્ટર ઝડપાતા સમગ્ર સરહદી પંથકમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે. મોડી રાતથી બીજા દિવસે સાંજે 6 વાગ્યા સુધી મીડિયા કર્મીઓ એફ.આઇ.આર. માટે રાહ જોઈ બેઠા રહ્યા હતા પણ માત્ર રાહ જુઓનો સંદેશ મળતો હતો.તેથી એફ.આઇ. આર.ની સચોટ વિગતો મળી શકી ન હતી.પરંતુ એક વાત સાબિત થઈ હતી કે આ એક મોટું કોલ સેન્ટર છે.જેના મારફત સાઈબર ફ્રોડની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.

સરહદી પંથકમાં અનેક સવાલો ઉઠ્યા

આ સાઇબર ક્રાઈમના પડેલા દરોડા બાદ અનેક પ્રશ્નોએ ચર્ચા જગાવી છે કે આઉટ ઓફ સ્ટેટના લોકોને આ સર્ટિફાઇડ પ્રતિબંધિત વિસ્તારમાં કોણે સહારો આપ્યો ? શું લાંબા સમયથી ચાલતા આટલા મોટા રેક્ટથી સ્થાનિક પોલીસ અજાણ હશે ? આ રેક્ટમાં કોઈ લોકલ માણસનો હાથ હશે ખરા ?લાંબા સમયથી રહેતા આ મહિલા -પુરુષોને આ સરહદી વિસ્તારથી કોણે પરિચિત કર્યા ? બહારના સ્ટેટના લોકોના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની ચકાસણી કર્યા વિના ભાડે મકાન કેમ અપાયું ? આ લોકો સાથે થયેલી ફોનની કોલ ડિટેઇલની ચકાસણી જરૂરી બની છે ? જેવા અનેક ગંભીર સવાલો પંથકમાં ચર્ચા જગાવે છે ત્યારે આ ગેર કાનૂની પ્રવૃત્તિમાં સામેલ લોકોની તપાસ કરી તેમના વિરુદ્ધ એફ.આઇ.આર. થવી જરૂરી છે.આ મુદ્દે એસ.એમ.સી. ના વડા અંગત રસ દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image