લુણાવાડા ટાઉન પો.સ્ટે.ના ઠગાઇના ગુન્હામાં BNNS-2023 Sec.72 ના વોરંટ મુજબના છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી ટીમ.
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાનાઓએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.એમ.કે.ખોટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઇ રણછોડભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૭૦૦૬૨૪૦૬૯૦/૨૦૨૪ BNS-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૩), ૩૫૧(૨), ૩૫૨ મુજબના ઠગાઇના ગુન્હાનો નાસતો ફરતો આરોપી-પ્રવિણસિંહ દીલાવરસિંહ ઠાકોર રહે. ગામ.ઓડિદ્રા વાંટા, તા, ગોધરા જી,પંચમહાલ અને જેની વિરૂધ્ધમાં BNNSS-2023 Sec.72 નુ વોરંટ ઇસ્યુ થયેલ હોય અને જે ઇસમ વાઘવા ગામની સીમમાં આવેલ ડેસર શિવશક્તિ ક્વોરી પાસે હોવાની ચોક્ક્સ માહિતી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવેલ જેથી આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે લુણાવાડા ટાઉન પોસ્ટે સોપવામાં આવેલ છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
