દહેગામ તાલુકા ના વિવિધ ગામોમાં 7 દિવસથી રાત્રે ફરતા ડ્રોન બાબતે તપાસ માટે યુવા ટીમ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

દહેગામ તાલુકા ના વિવિધ ગામોમાં 7 દિવસથી રાત્રે ફરતા ડ્રોન બાબતે તપાસ માટે યુવા ટીમ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું


દહેગામ ના સાંપા, લવાડ, આંત્રોલી, હરખજીના મુવાડા,દેવ કરણ ના મુવાડા ના ગામોમાં સતત સાતેક દિવસ થી રાત્રે 12 વાગ્યાં બાદ ડ્રોન ઉડતા હોય છે અને તેના ઘોંઘાટ થી ગામલોકો મા ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે દહેગામ યુવા ટીમ દ્વારા આ બાબતે તપાસ માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે આજે દહેગામ મામલતદાર અને દહેગામ પોલીસ ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ ડ્રોન ઉડાવનાર કોઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવાયું હતું. આ આવેદન પત્ર આપ્યા બાદ જિલ્લા કલેકટર એ તપાસ નો આદેશ આપ્યો છે.જેમાં આ બાબતે ઘનશ્યામભાઈ ઝાલા અને તેમની યુવા ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon