અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time

અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લા ઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામે રેઈડ દરમિયાન એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપી :
રવિરાજભાઈ પ્રતાપભાઈ વાળા, ઉ.વ.૨૪, રહે.મોટા માંડવડા, તા.જિ.અમરેલી,

પકડવાના બાકી આરોપી :
જોરૂભાઈ વાઘલ, રહે. કાગદડી, તા.બગસરા, જિ.અમરેલી,

કપકડાયેલ મુદ્દામાલ :
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૯૬ કિ.રૂ.5.૭૨૦/-

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર ૧ ડીલક્ષ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૫૫ કિ.રૂ.૩,૬૩૦/-

(૩) એક સેમસંગ કંપનીનો એસ૧૦ મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૩૫૦/-નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, મહેશભાઈ મુંધવા, આદિત્યભાઈ બાબરીયા તથા પો.કોન્સ. વરજાંગભાઈ મુળીયાસીયા દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.