રાજકોટમાં ઠંડીના લબકારાઃ ૧૬.૬ ડીગ્રી

રાજકોટમાં ઠંડીના લબકારાઃ ૧૬.૬ ડીગ્રી


શિયાળાના દિવસો શરૂ થઈ ગયા છે. ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્‍ચે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. વ્‍હેલી સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે આગામી દિવસોમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જોવા મળશે.
રાજકોટ શહેરની વાત કરીએ તો આજે ન્‍યુનતમ તાપમાન ૧૬.૬ ડીગ્રી નોંધાયું છે. ગઈકાલે ૧૫.૮ ડીગ્રી તાપમાન હતું. આમ, એક ડીગ્રીનો વધારો થયો છે.
સમગ્ર રાજયની જેમ રાજકોટમાં પણ ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા છે. વ્‍હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડા પવન ફૂંકાતા હોય લોકો ગરમવષાોમાં જોવા મળે છે. ખાસ કરીને વ્‍હેલી સવારે શાળાએ જતાં બાળકો શ્વેટરમાં સજજ હોય છે. દિવસ દરમ્‍યાન આંશિક ગરમીનો અહેસાસ થાય છે. ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી. ધીમા ફરવા લાગ્‍યા છે. હવે આગામી દિવસોમાં વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સની અસરથી પહાડી પ્રદેશોમાં બરફવર્ષા થશે. જેના ઠંડા પવનોની અસરથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર ગુજરાતભરમાં ઠંડીનો રાઉન્‍ડ જોવા મળશે. રાજકોટ- સૌરાષ્‍ટ્ર- સૌરાષ્‍ટ્રમાં સામાન્‍યતઃ ડીસેમ્‍બરથી ઠંડીની અસર વધુ જોવા મળતી હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »