રેડક્રોસ સોસાયટી દ્ધારા બહેરા-મૂંગા શાળાના બાળકોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા સિંચાઈ કોલોની ખાતે બહેરા-મૂંગા શાળાના બાળકોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
નગરપાલિકા પ્રમુખશ્રી નિરજભાઈ શેઠની ઉપસ્થિતિમાં રેડક્રોસ મોડાસા દ્ધારા 800 રોપાઓ વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા આયોજિત અરવલ્લી સિંચાઈ વિભાગ અને મોડાસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સિંચાઈ વિભાગના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં લાયન્સ ક્લબ સંચાલિત બહેરા-મૂંગા શાળાના બાળકોએ ભાગ લઈ પર્યાવરણ બચાવવા અને એક પેડ મા કે નામ અંતર્ગત જાગૃતિ ફેલાવવા પહેલ કરી હતી. રેડક્રોસ ચેરમેનશ્રી ભરતભાઈ પરમાર દ્ધારા પધારેલ મહાનુભાવોનું શાબ્દિક અને ખાદીના રૂમાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રેડક્રોસના એક પેડ મા કે નામ – વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે સવિસ્તાર માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી નિરજભાઈ શેઠએ વૃક્ષારોપણની જરૂરિયાત સમજાવી હતી તથા એક પે મા કે નામ અભિયાન અંતર્ગત બાળકોના હસ્તે વૃક્ષ વાવી આ વૃક્ષને તેમનું અને તેમની માતાનું નામ આપવા પ્રેરણા આપી હતી અને બાળકોના હસ્તે રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહેરા-મૂંગા શાળાના બાળકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને અનુરૂપ ફળના કલમી વૃક્ષો વાવી ઉછેરવા રેડક્રોસના કારોબારી સભ્યશ્રી મુકેશભાઇ પટેલએ 10,000/- રૂ. દાનના જાહેરાત કરી. આ પ્રસંગે રેડક્રોસના કારોબારી સભ્યશ્રી મુકેશભાઇ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી જયેન્દ્રભાઈ પંડ્યા, લાયન્સ ક્લબના હોદ્દેદાર શ્રી પ્રવીણભાઈ ચૌહાણ, શ્રી કંદર્પભાઈ ગોર, શ્રી પરેશભાઈ શાહ, શ્રી અરવિંદભાઈ પ્રણામી તેમજ પર્યાવરણ પ્રેમી શ્રી કૌશિકભાઈ ગોર, શ્રી કાંતિભાઈ સુતરીયા, નગરપાલિકા અને સિંચાઈ વિભાગના કર્મચારીઓ, લાયન્સ ક્લબના શિક્ષકો વગેરે હાજર રહી 800 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેનું યોગ્ય માવજત કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.