શ્રીગોવર્ધન આહીર કન્યા વિદ્યાલય ખાતે વાલી મિટિંગ યોજાઈ - At This Time

શ્રીગોવર્ધન આહીર કન્યા વિદ્યાલય ખાતે વાલી મિટિંગ યોજાઈ


અંજાર તાલુકાના સતાપર પાસે આવેલ ગોવર્ધન પર્વત નજીક તા.10/7/2022 ને રવિવારે ગોવર્ધન આહીર કન્યા સંકુલ કચ્છ પાટણ પ્રાથરીયા આહીર સમાજ સંચાલિત સંકુલ સતાપર ખાતે વાલી મિટિંગ યોજાઈ હતી.
આહીર સમાજની દીકરીઓ માટે અંજાર થી તદંન નજીક સતાપર ગામની બાજુમાં ગોવર્ધન આહીર કન્યા વિદ્યાલય અને છાત્રાલય મુકામે આજે ટ્રસ્ટીઓ અને વાલી મીટીંગ નુ આયોજન થયું હતું ભુજ જેમાં કરછ પાટણ આહીર સમાજ ના પ્રમુખ અને કન્યા વિદ્યાલય ના પ્રમુખ ત્રીકમભાઈ વાસણભાઈ આહીર હાજર રહ્યા હતા. તેમજ પોતાનુ કીંમતી સમય ફાળવી ને ટ્રસ્ટી ઓ વાલીઓ દીકરીઓ અને શિક્ષણ સ્ટાફ સાથે સતત ચાર કલાક સુધી મીટિંગમાં હાજરી આપી અને સમાજ ની દીકરીઓ શિક્ષણ માં કેવી રીતે આગળ આવે તેની ચીંતા કરી અને વાલીઓ પાસે સહકાર માંગ્યો હતો. વધુ માં જણાવતા કહ્યું હતું કે શિક્ષણ માટે ની તમામ સુવિધા અમે કરશુ પણ વાલીઓ અમારી સાથે રહી ને અમને સહકાર આપે વધુ પ્રમુખશ્રી ત્રિકમભાઇ એ જણાવ્યું કે આપણી આ ગોવર્ધન આહીર કન્યા વિદ્યાલય માં આવનાર સમયમાં એક મોટી સંકુલ માં જે કરછમાં કયાય ના હોય એવી લાયબ્રેરી લેબ અને કોમ્પ્યુટર વિભાગ બનાવા ની સુવિધા કરવામાં આવશે ત્યારે આપ સહુ ના સાથ અને સહકારથી આવનાર છ મહિના ની અંદર એ કામ પણ પુરો કરવાનુ છે આ વિદ્યાલય ના સહુ ટ્રસ્ટી ગણ વાલી ગણ વાલી દીકરીઓ શિક્ષક સ્ટાફ ની હાજરી માં વાલી મીટીંગ યોજાઈ હતી. આ વિધાલય ના નવા આવેલા આચાર્ય રાધામેડમજી એ બહુ જ વિસ્તાર થી વાલીઓ ને સમજાવ્યા હતા કે અમે અમારા કામમાં ક્યાંક કચાશ નહીં રાખીએ અને તમે બધા આમને સહકાર આપજો આ વાલી મીટીંગ નુ સમગ્ર સંચાલન સામજીભાઈ ભુરા ભાઈ ડાંગરે કર્યો હતો. વાલજીભાઈ આહીરે ટુકા બે શબ્દો માં વાલીઓ સાથે મીઠી ટકોર કરી ને સહકાર માંગ્યો હતો આ સંસ્થાના આજીવન મંત્રી શ્રી સામજી ભાઈ કેરાસીયા એ આભાર વિધિ કરી હતી.કચ્છ પાટણ આહીર સમાજના સંકુલના સૌ ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારબાદ સૌ ભોજન લીધું હતું.

રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.