બોરું ગામના આધેડની હત્યા થઈ હોવાની શંકાના આધારે સાતમા દિવસે લાશ બહાર કાઢી અમદાવાદ FSLમાં મોકલાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kb1ga3cjdbfoam1p/" left="-10"]

બોરું ગામના આધેડની હત્યા થઈ હોવાની શંકાના આધારે સાતમા દિવસે લાશ બહાર કાઢી અમદાવાદ FSLમાં મોકલાઈ.


*હત્યા કે આત્મહત્યાના ઉઠ્યા અનેક સવાલો.??*
*ગત શનિવારની રાત્રીના સમયે ગળાફાંસો કાધેલી હાલતમાં ખેતરના શેઢે ઝાડની ડાળીએ લટકતી લાશ મળેલ.*
*પરિવારજનોએ આત્મહત્યા માની લાશની દફનવિધિ કરેલ.*

*પાછળથી શંકા જતાં મૃતકના પુત્ર અને સાળાએ સુઇગામ પોલીસ સ્ટેશને તેમના બનેવીની હત્યા કરાઈ હોવાની અરજી આપેલ.*

*સુઇગામ મામલતદાર,PSI,FSL અધિકારી અને ડોક્ટરની રૂબરૂમાં મૃતકની લાશ બહાર કઢાઈ.પી.એમ.માટે અમદાવાદ FSLમાં મોકલાઇ.*

સુઇગામ તાલુકાના છેવાડાના બોરું ગામના આધેડ દેવરામભાઈ કરમશીભાઈ જાખેસરા ઉ.વ.આ ૫૦ની ગત 16 તારીખને રવિવારના દિવસે ખેતરના શેઢે આવેલ ઢુવાના ઝાડે ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળેલ,પરિવાર જનોએ આત્મહત્યા કરી હોવાનું માની લઈ લાશની દફનવિધિ કરી દીધેલ, પરંતુ બે દિવસ બાદ હત્યા થઈ હોવાની આશંકાને પગલે મૃતકના સાળા વિનોદભાઈ મકવાણા દૂધવા વાળા અને મૃતકના પુત્ર મહેશભાઈ એ સુઇગામ પો.સ્ટેશને અરજી આપતાં પોલીસે આજે 22 ઓક્ટોમ્બર શનિવારના રોજ સવારે સુઇગામ મામલતદાર, FSL ટીમ અને મેડિકલ ઓફિસર તેમજ ગામના અગ્રણીઓની હાજરીમાં મૃતકની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પોલીસે જરૂરી તપાસ અને પંચનામું કરી લાશને FSLમાં મોકલતા સરહદી વિસ્તારમાં આધેડની હત્યા કે આત્મહત્યા થઈ હોવાની ચર્ચાએ થવા લાગી હતી, જોકે FSLના રિપોર્ટ બાદ પોલીસ ધમધમાટ શરૂ કરશે,હાલે તો મૃતકના પુત્રએ સુઇગામ પો.સ્ટેશને જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
૯૯૨૫૯૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]